રૂા.1,35,933 પરત અપાવતી રાજકોટ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની સાયબર ટીમ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર આર.જી.બારોટના માર્ગદર્શન હેઠળ બી ડીવીઝન પોલીસ સ્ટેશનની સાયબર ટીમ દ્વારા 7 અરજદારોને સાયબર ફ્રોડથી ગુમાવેલ કુલ રકમ રૂા. 1,35,933/- પરત અપાવવામાં આવી હતી.
અરજદાર યશભાઇ રસીકભાઇ વૈષ્ણવનાઓને ફોન પે વાપરતા હોય જેથી તેઓને પોતાની બેંક ટ્રાંન્સફર કરવી હોય જેથી ગુગલ પર ફોન પેના કસ્ટમર કેર નંબર સર્ચ કરી વાતચીત દરમ્યાન ઓટીપી મેળવી લઈને પોતાના બન્ને ખાતામાથી રૂ.44388/- ઉપાડી લીધેલ હોય જે પુરેપુરી રકમ પરત કરાવી હતી.
અરજદાર જયબેન વિજયભાઇ મારડીયાનાઓએ ઇમીટેશનનો વેપાર કરતા હોય જેથી પોતાના કારીગરને ઓનાલાઇન પગાર ફોન પે થી ટ્રાન્સફર કરતા જમા થયેલ નહી જેથી ગુગલ પર ફોન પે ના કસ્ટમર કેર નંબર સર્ચ કરી વાતચીત દરમ્યાન અગઢઉઊજઊં નામની એપ ડાઉનલોડ કરાવીને રૂ.27990/-ઉપાડી લીધેલા હતા જે પુરેપુરી રકમ પરત કરાવી હતી.
અરજદાર આશીકભાઇ હાતૈનભાઇ પટેલ નાઓને એચ.ડીએફ.સી બેંકમાથી ફોન આવેલ અને ક્રેડી કાર્ડ મા કેશ રીવર્ટ પોઇંટ મળેલ છે જેનુ કુપન મેળવવા માટે સામાવાળાએ એક ટેક્સ મેસેજ મોકલતા તે કલીક કરતા એક ઓટીપી આવેલ જે સબમીટ કરી નાખતા ખાતામાથી રૂ.24555/- ઉપડી લઈને ફ્રોડ આચરેલ જે પુરેપુરી રકમ અરજદારને પરત કરાવી હતી.
અરજદાર શૈલેશભાઇ રૈયાણીનાઓ એક્સીસ બેંકમા ક્રેડીટ કાર્ડ ધરાવતા હોય જેથી અજાણ્યા મોબાઇલ નંબર પરથી ક્રેડીટ વધારવા ના બહાને પ્રોસેસ કરાવીને ઓટીપી મેળવી લઇને રુ.22500/- ખાતામાથી ઉપાડી લીધેલ જે પુરેપુરી રકમ રૂ.22500/- પરત કરાવી હતી.
અરજદારને પાયલબેન લુણાગરીયાનાઓએ ઇન્સ્ટાગ્રામમા અલગ અલગ સાડીઓની જાહેરાત જોઇને તેમા આપેલ નંબર પર સિલેક્ટ કરેલ સાડિઓનો ઓર્ડર આપીને રૂ. 7000/- ગુગલ પે કરી આપેલ ત્યારબાદ પાર્સલ નહી મળતા અરજી કર્યા બાદ પુરેપુરી રકમ પરત કરાવી હતી.
અરજદાર અનામ મયુદીન હાલાનીનાઓ અલગ અલગ જગ્યાએ હોઝયરી કપડાની ફ્રી કરીને કામ કરતા હોય જેથી અજાણ્યા નંબરથી કોલ આવેલ અને અરજદારને માલ મોકલાવીને રૂ.7000/- ગુગલ પે મારફતે ટ્રાન્સફર કરી લીધેલ હતા ત્યારબાદ અરજદારે નંબર ચેક કરતા એવા કોઇ વ્યકતીને ઓળખતા ન હોય ફ્રોડ થયાની અરજી કરેલ જે પુરેપુરી રકમ હોલ્ડ હોય જેથી નામદાર કોર્ટ મારફતે પ્રોસેસ કરાવીને પરત અપાવી હતી.
અરજદાર યોગેન્દ્રકુમારનાઓએ પોતાના વ્હોટસપ ગ્રુપમા એક ઘડીયારની જાહેરાત જોઇને ઓર્ડર કરેલ અને રૂ.1500/- ગુગલપે કરી આપ્યા બાદ સમયસર પાર્સલ નહિ મળતા પોતાની સાથે ફ્રોડ થયાની અરજી કરેલ હોય ય જેથી જે પુરેપુરી રકમ પરત કરાવી હતી.