કુલ 26637 વિદ્યાર્થીઓમાંથી 844 વિદ્યાર્થીઓ ગેરહાજર
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા ગઇકાલે પરીક્ષાના ત્રીજા દિવસે વિવિધ 81 કેન્દ્રો ઉપર સ્નાતક કક્ષાની બી.એ., બી.એ. (હોમ સાયન્સ), બી.કોમ., બી.એસસી., બી.એસસી.(હોમ સાયન્સ), બી.બી.એ., બી.સી.એ., બી.એસસી.(ફોરેન્સિક સાયન્સ), બી.એસસી.(આઈ.ટી.), બી.એસ.ડબલ્યુ., બી.આર.એસ.ની સેમેસ્ટર – 2 ની પરીક્ષામાં કુલ 26637 વિદ્યાર્થીઓમાંથી 844 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતાં.
- Advertisement -
દિવસ દરમિયાન બે સેશનમાં લેવાયેલ પરીક્ષાના ત્રીજા દિવસના અંતે જૂનાગઢ ખાતે કુલ 7 કોપીકેસ નોંધાયા હતાં. જેમાં કેમેસ્ટ્રીમાં છ તથા બી.સી.એ.માં એક કોપીકેસ નોંધાયો હતો. વિવિધ પરીક્ષા કેન્દ્રો ઉપર અનુભવી પ્રાધ્યાપકોની સ્ક્વોડ, ફ્લાઈંગ સ્કવોડ તથા યુનિવર્સિટી ખાતેથી સીસીટીવી દ્વારા ઝીણવટભર્યું મોનીટરીંગ કરવામાં આવી રહ્યુ છે.