ચીનથી ચોંકવનારા સમાચાર સામે આવ્યા છે. ચીને કોવિડ-19ના JN.1થી સંક્રમિત 7 લોકોની શોધી કાઢ્યા છે. દેશના રાષઅટ્રીય રોગ નિયંત્રણ અને નિવારણ વહીવટનું કહેવું છે કે, હાલમાં દેશમાં આ રોગનો ખતરો ઘણો ઓછો છે. જો કે, સાથે જ અધિકારીઓએ આ વાતથી મનાઇ નથી કરી કે, આગળા આ વિશ્વ માટે મોટો ખતરો બની શકશે નહીં. યૂકે, આઇસલોન્ડ, ફ્રાંસ અને અમેરિકામાં ફેલાયા પહેલા JN.1 વેરિયેન્ટની ઓળખ સૌથી પહેલા લક્ઝમબર્ગમાં થઇ હતી.
શું છે કોવિડ-19નો નવો વેરિયેન્ટ JN.1
અમેરિકાના રોગ નિયંત્રણ અને નિવારણ વહીવટના જણાવ્યા અનુસાર, નવા કોવિડ વેરિયેન્ટ BA.2.86નો વંશજ છે. જેને પિરોલા પણ કહેવામાં આવે છે. સીડીસીએ લ્ખયું કે, હવે સંયુક્ત રાજ્ય અમેરિકામાં ના તો JN.1 કે BA.2.86 સામાન્ય વાત છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, JN.1 અને BA.2.86ની વચ્ચે કેવળ એક જ ફેરફાર છએ. તે સ્પાઇક પ્રોટીનનો ફેરફાર છએ. સ્પાઇક પ્રોટીન જેને સ્પાઇક પણ કહેવામાં આવે છે. આ વાયરસની સપાટી પર નાના સ્પાઇક્સ જોવા મળે છે. જેના કારણથી લોકોમાં વાયરસનું સંક્રમણ વધારે ઝડપથી વધે છે.
- Advertisement -
JN.1 વિશે જાણકારી ક્યારે મળી?
JN.1 પહેલીવાર આ વર્ષ સપ્ટેમ્બરમાં સંયુક્ત રાજ્ય અમેરિકામાં જોવા મળ્યો હતો. અમેરિકાની સાર્વજનિક સ્વાસ્થ્ય એજન્સીએ 8 ડિસેમ્બર સુધી અનુમાન લગાવ્યું હતું કે વૈરિયન્ટ JN.1 સંયુક્ત રાજ્ય અમેરિકામાં કેટલાક કેસો 15-29 ટકા જોવા મળ્યા છે. સીડીસીના અનુમાન મુજબ સાર્સ-સીઓવી-2ના રૂપમાં JN.1 ઝડપથી ફેલાય શકે છે, જો કે આ અમેરિકામાં સૌથી ઝડપથી ફેલાતો વેરિયન્ટ છે.
ભારતમાં છે JN.1ના કેસ?
કેરળમાં આ નવો વેરિયન્ટની ખાતરી ભારતીય સાર્સ-સીઓવી-2 જીનોમિક્સ કંસોર્ટિયમે કરી હતી. નેશનલ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન કોવિડ ટાસ્ક ફોર્સના વાઇસ પ્રેસિડન્ટ ડો. રાજીવ જયદેવને જણાવ્યું કે, JN.1 ભારતમાં, વિશેષ રૂપથી કેરળમાં હાલમાં કોવિડ-19ના કેસમાં વૃદ્ધિનું એક મુખ્ય કારણ હોય શકે છે. ભારતમાં આ વાયરસ વિશે 13 ડિસેમ્બરમાં પહેલી વખત જાણકારી મળી હતી.
શું છે લક્ષણ?
સીડીસીના જણાવ્યા અનુસાર, વર્તમાનમાં જાણકારી મળી છે કે, કોવિડ-19ના બીજા વેરિયન્ટથી અલગ તેનો લક્ષણો છે. જો કે, લક્ષણ સરખા જ માનવામાં આવી રહ્યા છે.
– તાવ
– સતત ખાંસી
– જલ્દી થાક લાગવો
– નાક બંધ કે જામ થઇ જવું
– નાકમાંથી પાણી નીકળવા
– ઝાડા
– માથામાં દુ:ખાવો