ખાસ-ખબર સંવાદદાતા
ભારત ખેતી પ્રધાન દેશ છે પરતું ખેતી પર નભતા જગતના તાત ખેડૂતો આત્મહત્યા કરી જીવન ટુંકાવી રહ્યા છે. દુષ્કાળનો સામનો કરી રહેલા મહારાષ્ટ્ર્રના મરાઠાવાડાના ખેડૂતો દેવા, ઓછા ઉત્પાદન અને હતાશાના કારણે મોતને ભેટી રહ્યા છે. આ વર્ષે ઓગસ્ટ સુધીમાં 685 ખેડૂતોએ આત્મહત્યા કરી છે. એટલે કે મરાઠવાડા વિસ્તારમાં દરરોજ ત્રણ ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. રાયના કૃષિ પ્રધાન ધનજય મુંડેના બીડ જિલ્લામાં સૌથી વધુ 186 ખેડૂતોએ આત્મહત્યા કરી છે. બીડને મહારાષ્ટ્ર્રનો સૌથી વધુ દુષ્કાળગ્રસ્ત જિલ્લો માનવામાં આવે છે
475 ખેડૂતોને મદદ કરવાના સાચા કેસો આઠ મહિનામાં ઉસ્માનાબાદમાં 113, નાંદેડમાં 110, ઔરંગાબાદમાં 95 અને પરભણીમાં 58 ખેડૂતો ની આત્મહત્યાના કેસ નોંધાયા છે. તો બીજી તરફ લાતુર જિલ્લામાં 51, જાલના જિલ્લામાં 50 અને હિન્લી જિલ્લામાં 22 ખેડૂતો આત્મહત્યા કરી લીધી છે. માહિતી અનુસાર, આત્મહત્યા કરનારા ખેડૂતોના 475 કેસ વિમાની રકમ માટે પાત્ર હોવાનું જાણવા મળ્યું છે. નિયમો અનુસાર, સંબંધિત જિલ્લા વહીવટીતંત્રે 433 મૃતકોના પરિવારોને વીમાની રકમ આપી છે.
વરસાદના અભાવે ખેતીને નુકસાન થયું હતું. આ વર્ષની શઆતમાં અકાળે ભારે વરસાદ થયો હતો, પરંતુ ચોમાસા દરમિયાન ઓછો વરસાદ મરાઠવાડામાં પડો છે. બીડમાં ખેડૂતોને મોટું નુકસાન થયું છે. આ વર્ષે ઓગસ્ટમાં લાંબા દુષ્કાળના કારણે આ જીલ્લાઓમાં ભારે નુકસાન થયું છે. આ વર્ષની શઆતમાં અકાળે ભારે વરસાદ થયો હતો, પરંતુ ચોમાસા દરમિયાન ઓછો વરસાદ મરાઠવાડામાં પડો છે. બીડમાં ખેડૂતોને મોટું નુકસાન થયું છે. આ વર્ષે ઓગસ્ટમાં લાંબા દુષ્કાળના કારણે મોટાભાગના વિસ્તારોમાં ખરીફ પાક બરબાદ થયો હતો. નદી-નાળાઓમાં પાણીની આવક ઓછી હોવાથી ઘાસચારાની સમસ્યા ઉભી થઈ છે. જેના કારણે પશુઓ માટે પણ ઘાસચારાની કટોકટી સર્જાઈ છે