24 કલાકમાં 300થી વધુ કેસ વધ્યા; કેરળમાં સૌથી વધુ કેસ, ગુજરાત બીજા નંબરે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
દેશમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. એક્ટિવ કેસની સંખ્યા 6815 પર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 324 નવા કેસ સામે આવ્યા છે. કેરળમાં સૌથી વધુ 2053 કેસ છે. ત્યારબાદ 980 કેસ સાથે ગુજરાત બીજા નંબરે છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, કોરોનાના નવા વેરિઅન્ટને કારણે 12 રાજ્યોમાં 68 દર્દીઓના મોત થયા છે. સોમવારે, કેરળ, દિલ્હી અને ઝારખંડમાં 1-1 દર્દીએ પોતાનો જીવ ગુમાવ્યો. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 18 લોકોના મોત નોંધાયા છે.
- Advertisement -
સોમવારે મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં 3 ડોકટરો સહિત 6 નવા કેસ નોંધાયા હતા. આ પછી, જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ હાઇ એલર્ટ પર છે. મધ્યપ્રદેશમાં હાલમાં 43 એક્ટિવ કેસ છે.
કોરોનાના વધતા જતા કેસ વચ્ચે, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોમવારે રાજ્યના તમામ મુખ્ય વિભાગોના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. મમતાએ કહ્યું- આશા છે કે મહામારી ફરી નહીં આવે, પરંતુ આપણે તૈયાર રહેવું પડશે. રાજ્યની સરકારી હોસ્પિટલોમાં સારવાર માટે સંપૂર્ણ વ્યવસ્થા છે, તેથી લોકોએ ગભરાવાની જરૂર નથી.
રાજકોટમાં કોરોનાથી પહેલું મોત
55 વર્ષીય પુરુષનું હોસ્પિટલમાં મૃત્યુ, ગુજરાતમાં 1,000થી વધુ લોકો સંક્રમિત
- Advertisement -
આજે કોરોનાને કારણે રાજકોટમાં પહેલું મોત નોંધાયું છે. 55 વર્ષીય આધેડનું સિવિલ હોસ્પિટલમાં મોત થયું. છેલ્લા ચાર દિવસથી કોરોનાનાં લક્ષણો હતાં, 3-4 દિવસ ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધા બાદ ગઈકાલે સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જોકે સારવાર દરમિયાન આધેડનું મોત નીપજ્યું હતું. દર્દી હાઇપરટેન્શનની બીમારીથી પણ પીડિત હતા અને ડાયાબિટીસની બીમારી પણ 3 દિવસ પહેલાં ડિટેકટ થઇ હતી.રાજકોટમાં કોરોના વાઇરસનો કહેર સતત યથાવત્ રહ્યો છે. આજે શહેરમાં કોરોનાના વધુ 9 પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાં 3 મહિલા અને 6 પુરુષનો સમાવેશ થાય છે. આ નવા કેસો સાથે રાજકોટમાં કોરોનાના કુલ દર્દીઓનો આંકડો 116 પર પહોંચી ગયો છે, જે ચિંતાજનક સ્થિતિ દર્શાવે છે. જોકે આ બધાની વચ્ચે એક સારા સમાચાર એ છે કે આજે 7 દર્દીને કોરોનામુક્ત જાહેર કરવામાં આવ્યા છે, જે દર્શાવે છે કે સારવાર બાદ દર્દીઓ સ્વસ્થ થઈ રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર 9 જૂન સુધી ગુજરાતમાં કુલ 1109 કોરોનાના એક્ટિવ કેસો નોંધાયા હતા, જેમાંથી 33 હોસ્પિટલમાં દાખલ છે, 1076 લોકો ઘઙઉ બેઝ સારવાર હેઠળ છે જ્યારે 106 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. આ સાથે જ ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 1000ને પાર પહોંચ્યો છે. ગઈકાલે કોરોનાના નવા 235 કેસ નોંધાયા હતા. આજે 7 દર્દી કોરોનામુક્ત થતાં રાજકોટમાં સ્વસ્થ થનારા દર્દીઓની કુલ સંખ્યા 61 પર પહોંચી ગઈ છે. આના પરિણામે હાલમાં રાજકોટમાં સારવાર હેઠળના સક્રિય દર્દીઓની સંખ્યા ઘટીને માત્ર 53 થઈ ગઈ છે. આ 53 દર્દીમાંથી 50 દર્દી હોમ આઇસોલેશનમાં સારવાર લઈ રહ્યા છે, જ્યારે 3 દર્દી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા છે. આ આંકડા દર્શાવે છે કે મોટા ભાગના દર્દીઓ ઘરે રહીને જ સ્વસ્થ થઈ રહ્યા છે, જ્યારે ગંભીર લક્ષણો ધરાવતા દર્દીઓને જ હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી રહી છે. રાજકોટમાં કોરોનાના કેસોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને રાજકોટ વહીવટીતંત્ર દ્વારા તકેદારીનાં પગલાં વધુ સઘન બનાવવામાં આવ્યાં છે. શહેરમાં માસ્ક પહેરવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે અને સામાજિક અંતર જાળવવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. જાહેર સ્થળો પર ભીડ ટાળવા માટે લોકોને અપીલ કરવામાં આવી રહી છે અને નિયમિતપણે સેનિટાઈઝેશન કરવાની સૂચનાઓ આપવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા પણ સતત ટેસ્ટિંગ અને ટ્રેસિંગની કામગીરી ચાલુ રાખવામાં આવી છે, જેથી સંક્રમણની ચેઇન તોડી શકાય. જે વિસ્તારોમાં વધુ કેસો નોંધાઈ રહ્યા છે ત્યાં ક્ધટેઈનમેન્ટ ઝોન જાહેર કરીને અવરજવર પર નિયંત્રણો મૂકવામાં આવી રહ્યાં છે.
દેશના વિવિધ રાજ્યોમાં કોરોનાની સ્થિતિ
કેરળ: આરોગ્ય વિભાગે હોસ્પિટલોને કોવિડ-19 અને ઈન્ફલ્યુએન્ઝાના લક્ષણો ધરાવતા દર્દીઓની સારવાર કરતી વખતે જૂન 2023 માં જારી કરાયેલ કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવાની સૂચના આપી છે. હોસ્પિટલોમાં દરેક વ્યક્તિ માટે માસ્ક પહેરવું ફરજિયાત છે. ઉપરાંત, શરદી, ઉધરસ અને તાવ જેવા લક્ષણો ધરાવતા દર્દીઓ માટે કોવિડ ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે.
મહારાષ્ટ્ર: રાજ્ય સરકારના જણાવ્યા મુજબ, જાન્યુઆરીથી રાજ્યમાં કુલ 17 લોકોના મૃત્યુ થયા છે. તેમાંથી 16 અન્ય રોગોથી પણ પીડિત હતા. આ વર્ષે અત્યાર સુધીમાં 13,707 સેમ્પલોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. જેમાંથી 1064 કોવિડ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે.
કર્ણાટક: ગુલબર્ગા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસે 25 બેડનો કોવિડ વોર્ડ સ્થાપ્યો છે. આમાંથી પાંચ બેડ ઈંઈઞ (વેન્ટિલેટર સહિત), હાઇ ડિપેન્ડન્સી યુનિટ અને પાંચ સગર્ભા સ્ત્રીઓ માટે છે. બાકીના 10 સામાન્ય બેડ છે.
ઉત્તરાખંડ: રાજ્ય સરકારે બુધવારે ગાઈડલાઈન જારી કરી અને જિલ્લા વહીવટીતંત્રને હોસ્પિટલોમાં ઓક્સિજન અને આવશ્યક દવાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા જણાવ્યું. આ ઉપરાંત, ઈન્ફલ્યુએન્ઝા, ગંભીર શ્વસન ચેપ અને કોવિડ કેસ જેવા રોગોની જાણ કરવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે.
સિક્કિમ: રાજ્યના આરોગ્ય મંત્રી જીટી ધુંગલે જણાવ્યું હતું કે 29 મેથી રાજ્યમાં 526 સેમ્પલોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. જેમાંથી 15 લોકો પોઝિટિવ મળ્યા છે. આ પછી, કોવિડ પ્રોટોકોલનું પાલન કરીને, તમામ હોસ્પિટલોમાં માસ્ક પહેરવા અને સેનિટાઇઝરનો ઉપયોગ ફરજિયાત બનાવવામાં આવ્યો છે.
હિમાચલ પ્રદેશ: રાજ્યમાં કોવિડનો પહેલો કેસ નોંધાયા પછી, 4 જૂને હોસ્પિટલમાં દરેક માટે માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું હતું. 3 જૂને સિરમૌર જિલ્લાના નાહનમાં પહેલો કેસ મળી આવ્યો હતો.