આવતીકાલે મતગણતરી યોજાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજુલા
- Advertisement -
અમરેલી જીલ્લામાં રાજુલા, જાફરાબાદ, ચલાલા, લાઠી એમ ચાર નગરપાલિકા ચૂંટણીનું મતદાન વહેલી સવારે શરૂ થયું હતું. અને વહેલી સવારથી જ વિવિધ મતદાન મથકોએ મતદારોની ભારે ભીડ જોવા મળી હતી. આ સાથે પૂર્વ ધારાસભ્ય અંબરીષ ડેર મતદાન કરવા માટે પહોંચ્યા હતા. અંબરીષ ડેર તેમના માતૃશ્રી સંગાથે મતદાન મથકો આવી પહોંચ્યા હતા. 7 વર્ષ બાદ અંબરીષ ડેરે નગરપાલિકાની ચૂંટણીમાં મતદાન કર્યું હતું. અમરેલી જીલ્લાની બધી નગરપાલિકાઓમાં ભાજપની બહુમતીથી જીત થશે તેમ જણાવ્યું હતું. ઉપરાંત મતદાન સમયે વુધ્ધે મતદાન કર્યું તો ક્યાંક મંગળફેરા ફરી વરાજાએ મતદાન કર્યું હતું. અને સાંજે છ વાગ્યે મતદાન પૂર્ણ થયું હતું. અને પોલીસ દ્વારા પણ ચૂસ્તપણે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થતાં તંત્રએ હાશકારો લીધો હતો. આ સાથે ઉમેદવારોના ભાવી સીલ કરાયા હતા. રાજુલા નગરપાલિકાની ચૂંટણીને કુલ 55.40 ટકા મતદાન નોંધાયું હતું. જેમાં સૌથી વધારે મતદાન વોર્ડ નંબર – 4 માં 66.37 ટકા થયું તેમજ સૌથી ઓછું વોર્ડ નં- 6 માં 40.26 ટકા થયું હતું. રાજુલા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ અને આપ વરચે જામ્યો જામ્યો છે. આવતીકાલે કાલે મતગણતરી યોજાશે.