રાજકીય નેતાએ જ 200 લોકોના ટોળા સાથે આંતક સર્જયો : ભારે રોષ: હિન્દુઓ ભયભીત
બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં હિન્દુઓ પર હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં 60 હિન્દુઓ ઘાયલ થયા છે. આ હુમલો ઢાકાની મીરાંજીલા કોલોનીમાં થયો હતો. જ્યાં કટ્ટરવાદીઓના ટોળાએ હિન્દુઓના ઘરો પર હુમલો કર્યો.
- Advertisement -
વાસ્તવમાં મીરાંજીલા કોલોની એ હિંદુ પ્રભુત્વ ધરાવતો વિસ્તાર છે. જ્યાં મોટી સંખ્યામાં હિન્દુઓ રહે છે. પરંતુ એક મહિના પહેલા સ્થાનિક પ્રશાસને અહીંથી હિંદુઓને બહાર કાઢવાનો નિર્ણય લીધો હતો. પરંતુ બાદમાં આ નિર્ણય પાછો ખેંચી લેવામાં આવ્યો હતો.
આ પછી, સિટી કોર્પોરેશને ફરીથી મિરાંજીલા કોલોનીમાં હિન્દુઓને વસાવવાનું શરૂ કર્યું. જેના કારણે ઇસ્લામિક કટ્ટરપંથીઓ ગુસ્સે થયા. અને પછી કટ્ટરવાદીઓના ટોળાએ હિંદુઓના ઘરો અને મંદિરો પર હુમલો કર્યો.
આ હુમલો અવામી લીગના નેતાઓ દ્વારા કરવામાં આવ્યો હતો. ટોળાએ હિંદુઓના ઘરો પર હુમલો કરી તોડફોડ કરી તેમને નિશાન બનાવ્યા હતા. આ ઘટનાને પગલે વિસ્તારમાં ભારે તંગદિલી ફેલાઈ ગઈ છે. ઘાયલોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.
- Advertisement -
પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે અને આરોપીઓને પકડવા તજવીજ શરૂ કરી છે. ઘણા હિંદુ સંગઠનોએ આ ઘટનાની સખત નિંદા કરી છે અને બાંગ્લાદેશ સરકાર પાસે કડક કાર્યવાહીની માંગ કરી છે. આ ઘટના સાંપ્રદાયિક તણાવમાં વધારો કરશે અને પ્રદેશમાં શાંતિ અને સુરક્ષા માટે ખતરો ઉભો કરશે.