ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ સ્વીપના નોડલ ઓફિસર દ્વારા લોકશાહીના મહાપર્વની ઉજવણીમાં સૌ કોઈ સહભાગી બને તેવા પ્રયાસો હાથ ધરાયા
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.26
- Advertisement -
પોરબંદરનો દરેક નાગરિક લોકસભાની ચૂંટણીના મહાપર્વની ઉજવણીમાં સહભાગી બને અને જિલ્લામાં રેકોર્ડ બ્રેક મતદાન થાય તેવા પ્રયાસો થઈ રહ્યા છે. જિલ્લા ચૂંટણી અધિકારી કે.ડી. લાખાણીના નેતૃત્વમાં અને જિલ્લા વિકાસ અધિકારી ના માર્ગદર્શનમાં સ્વીપ નોડલ ઓફિસર વિનોદ પરમાર પ્રેરિત મતદાન જાગૃતિ અભિયાન ચાલી રહ્યું છે. પોરબંદર લોકસભા સામાન્ય ચૂંટણી – 2024 અંતર્ગત તા. 7 મેના છેવાડા નો મતદાર પણ મતદાન કરવાથી વંચિત ન રહે તે પ્રકારની જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે.
પોરબંદર શહેર અને ગ્રામ્ય પંથકમાં સ્વીપ અંતર્ગત 6 મોટા હોડિંગ, 130 બેનર અને 1500 જેટલા સ્ટીકર લગાવી મતદાન જાગૃતિનો સંદેશ અપાઇ રહ્યો છે. શહેરમાં સૌથી વધુ લોકોની અવરજવર હોય તેવા સ્થળોએ લોકશાહીના આ મહાપર્વની ઉજવણી અંતર્ગત મોટા હોડીંગ લગાવી મતદાર જાગૃતિનો સંદેશ આપવામાં આવી રહ્યો છે. અને ગ્રામ્ય વિસ્તારમાં પણ મતદાર જાગૃતિ અંગેના બેનરો લગાવાયા છે. તો વિવિધ સ્થળોએ સ્ટીકરો લગાવી મતદાર જાગૃતિનો સંદેશ ઘર ઘર સુધી પહોંચાડવાની કામગીરી કાર્યરત છે. જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ સ્વીપના નોડલ ઓફિસર દ્વારા લોકશાહીના મહાપર્વની ઉજવણીમાં સૌ કોઈ જોડાય તેવા પ્રયાસો હાથ ધરાયા છે.