સાયબર ક્રાઇમ પોલીસે ફરિયાદ આધારે યુપીના શખસને દબોચી લીધો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.10
- Advertisement -
રાજકોટમાં યાત્રાનાં નામે છેતરપિંડી થયાનો કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો છે જેમાં ઉત્તરાખંડ રાજ્ય ખાતે ચારધામ યાત્રાના પેકેજના નામે ઓનલાઈન રૂ. 6,66,999 પડાવી લઈ ફ્રોડ થયાની ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદના આધારે સાયબર ક્રાઇમ પોલીસે આરોપી પ્રવીણકુમાર રામકુમાર શર્માને ઉત્તરપ્રદેશનાં મુઝફ્ફરનગર ખાતેથી ઝડપી લઈ રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ પ્રવીણકુમારે અતિથી ટ્રીપ હોલીડેઝ નામની ટુર્સ કંપનીનાં નામે ઓનલાઈન ખોટી જાહેરાત મૂકી હતી. ફરિયાદીને ચારધામ યાત્રા આપવાનું જણાવી વિશ્વાસમાં લઈ કુલ રૂ. 6,66,999 પડાવી લઈ ફરિયાદીને કોઈ પેકેજ આપ્યું નહોતું. સમગ્ર મામલે ભોગ બનનારે સાયબર ક્રાઇમ પોલીસમાં આ અંગેની ફરિયાદ નોંધાવી હતી.
આ ફરિયાદના આધારે સાયબર ક્રાઇમ પોલીસે બેંક એકાઉન્ટનાં આધારે તપાસ હાથ ધરી હતી સાયબર ક્રાઇમ પોલીસે આરોપીનાં બેંક ખાતાની વિગત તથા મોબાઈલ નંબરનાં એસ.ડી.આરની વિગત મંગાવતા ફજ્ઞિાશનું નામ પ્રવિણકુમાર રામકુમાર શર્મા હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ સરનામું હરીદ્વાર ઉતરાખંડનું હતું. જોકે, પ્રવીણકુમાર શર્માએ પોતાનો મોબાઈલ બંધ કરી દીધો હતો. જેને પગલે ટેકનિકલ એનાલીસીસ કરી આરોપીને ઉત્તર પ્રદેશનાં મુઝફ્ફરનગર ખાતેથી શોધી ધરપકડ કરી છે.