જો વરસાદ નહીં આવે તો ખાડા પુરવાનું કામ એક અઠવાડિયામાં પૂરું થઈ જશે
1200 કરોડના ખર્ચે ચાલી રહેલા રાજકોટ-જેતપુર હાઈવેનું કામ હજુ પણ 58% બાકી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ-જેતપુર સિક્સલેન હાઈવેની કામગીરીના કારણે અને ચોમાસામાં ઠેર ઠેર ખાડા પડી જતા દરરોજ 25 હજાર વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે. રાજકોટ કલેકટરે આજે કહ્યું હતું કે, રાજકોટ-જેતપુર હાઈવે પર 57 સ્થળોએ ખાડા પડ્યા હોવાની વિગતો મળી આવી છે. જે લિસ્ટ નેશનલ હાઈવે ઓથોરિટીને સોંપી દેવામાં આવ્યું છે અને તાકીદે ખાડા પુરવાની કામગીરી કરવા આદેશ કરાયો છે. 1200 કરોડના ખર્ચે ચાલી રહેલા હાઈવેનું કામ હજી પણ 58 ટકા બાકી હોવાનું સામે આવ્યું છે.
રાજકોટ-જેતપુર નેશનલ હાઈવે પર 57 સ્થળોએ ખાડા- કલેકટર રાજકોટ જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે, રાજકોટ -જેતપુર હાઈવે સિકસલેન બનાવવાનું કામ ચાલી રહ્યુ છે. જ્યાં ટ્રાફિકજામ બાબતે વખતોવખત ટ્રાફિક વિભાગ અને નેશનલ હાઇવે ઓથોરિટી સાથે ચર્ચા કરવામાં આવેલી છે. આ હાઇવે ઉપર 57 જગ્યાએ વરસાદના કારણે ખાડા પડ્યા હોવાનું સામે આવ્યું છે ત્યારે તાત્કાલિક રીપેરીંગ કામ થાય તેના માટેની પ્રક્રિયા હાલ ચાલી રહી છે. આ માટે નેશનલ હાઈવે ઓથોરિટી પ્રોપર રીતે કામ કરી રહ્યું છે. હાઈવેની 58 ટકા કામગીરી હજી બાકી- કલેકટર આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે રાજકોટ જેતપુર હાઈવે સિકસ લેન બનાવવાનું કામ 42 ટકા પૂર્ણ થઈ ચૂક્યું છે. હજુ 58 ટકા કામગીરી બાકી છે. કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે માટે સમયાંતરે નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ સાથે બેઠક પરથી હોય છે
- Advertisement -
નેશનલ હાઇ-વૅ ઓથોરિટી ઑફ ઇન્ડિયા – રાજકોટ ડિવિઝન ઍક્શન મોડમાં
જેતપુરથી ચોરડી અને ગોંડલથી ભરૂડી સુધીનો રસ્તો પુન: મોટરેબલ કરાયો
ગુજરાતમાં પ્રવર્તમાન ચોમાસાના પરિણામે જે રસ્તાઓને નુકસાન થયું છે, તેને પુન: મોટરેબલ કરવા રાજ્ય સરકારના સંબંધિત વિભાગો એક્શન મોડમાં કામગીરી કરી રહ્યાં છે. રાજકોટ જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશની સૂચના મુજબ જિલ્લાભરમાં ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓ ઝડપથી પૂર્વવત કરવાના કામો કરવામાં આવી રહ્યાં છે. જેના ભાગરૂપે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના રાજકોટ ડિવિઝન દ્વારા નેશનલ હાઇવે પર યુદ્ધના ધોરણે સમારકામ કરવામાં આવી રહ્યું છે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના રાજકોટ ડિવિઝન દ્વારા ગત તા. 27 ઓગસ્ટના રોજ જેતપુરથી ચોરડી સુધીના રસ્તા પર ડામર પેચ કરીને ખાડા બુરવામાં આવ્યા છે.