સત્યના અસત્ય પરના વિજયનો ઉત્સવ એટલે વિજ્યાદશમી
રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતેવિશ્ર્વ હિન્દુ પરિષદદ્વારા આયોજન આતશબાજી, લેસર શૉ, શસ્ત્ર પૂજન સહિતના કાર્યક્રમો પણ યોજાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રાવણના પૂતળા દહનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે. રાજકોટના રેસકોર્ષ મેદાનમા સુર્યાસ્તના સમયે રાવણ દહન કાર્યક્રમ યોજાશે. જેમા રાવણની સાથે મેઘનાથ અને કુમભકર્ણના પુતળાનુ પણ દહન કરવામા આવે છે. ઉપરાંત આ દિવસે શષ્ત્ર પુજા અને ફાયર ક્રેકર્સ શોનું પણ આયોજન કરવામા આવ્યુ છે.
- Advertisement -
આ કાર્યક્રમમા હજારોની સંખ્યામા લોકો રાવણ દહન કાર્યક્રમને નિહાળવા અને માણવા ઉમટી પડશે. રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં 54 ફૂટ ઊંચા રાવણના પૂતળાનું દહન કરવામાં આવશે. આ સાથે 45-45 ફૂટ ઊંચા મેઘનાથ અને કુંભકર્ણના પૂતળાનું પણ દહન થશે. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા છેલ્લા 28 વર્ષથી રેસકોર્સ ગ્રાઉન્ડમાં રાવણ દહનનો કાર્યક્રમ યોજવામાં આવે છે.
રાવણ દહનને લઈને હાલ રાજકોટમાં રાવણના પૂતળાનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ નિર્માણ કાર્ય માટે 3 મહિના પહેલા ઉત્તરપ્રદેશના 20 જેટલા કારીગરો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. 200 જેટલા કાર્યકરો કામગીરીમાં જોડાયા છે. હાલ દશેરાની તૈયારીઓ પૂર્ણતાના આરે છે.
આ કાર્યક્રમ ને સફળ બનાવવામા વિહિપના અનેક કાર્યકર્તાઓ જેમકે ધનરાજભાઇ રાઘાણી, રવિંદ્રભાઇ બડગુજર, મિતાબેન સોમૈયા, રાજુભાઇ ઉમરાણીયા, નવીનભાઇ વાઘેલા, મનિશભાઇ વડેરિયા, હેનિલસિંહ પરમાર, હર્ષ મુથ્રેજા, જયદીપ વિસપરા, હર્ષ રાવલ, લલીતભાઇ ગોહેલ, દિનેશભાઇ ચારણીયા, ધ્વનીત સરવૈયા, સોનલબેન ચારણીયા, મનિષાબેન પંડ્યા, સુજલ પંડીત, રાજુભાઇ રાજપુત, સંજયરાજ સોલંકી, વૈશાલિબેન ડોબરીયા, પુર્વિશ વડગામા, વગેરે સુરક્ષા વ્યવસ્થા, સ્ટેજ વ્યવસ્થા, શષ્ત્ર પુજા, ફટાકડાનું પ્રદર્શન તથા મુખ્ય રાવણ દહન કાર્યક્રમ માટે તન, મન, ધન થી કામ કરી રહ્યા છે તથા તમામ કાર્યકર્તાઓમા હર્ષોલ્લાસ અને ઉત્સાહની લાગણી જોવા મળે છે તેવુ રાજકોટ ઉતર જીલ્લાના મંત્રી વિનય કારીયાએ જણાવ્યુ હતુ.
દશેરા મહોત્સવ સમિતિના અધ્યક્ષ તરીકે કૌશિકભાઇ સરધારાની વરણી
વિશ્વ હિંદુ પરિષદના આગેવાનો માવજીભાઇ ડોડીયા, હસુભાઈ ચંદારાણા, શાંતુંભાઈ રૂપારેલીયા, વનરાજભાઈ ગરૈયા, ક્રુણાલભાઇ વ્યાસ વગેરેની બેઠકમા સર્વાનુમતે નક્કી થયા મુજબ દશેરા મહોત્સવ સમિતિના અધ્યક્ષ તરીકે કૌશિકભાઇ સરધારાની નિમણુક કરવામા આવી હતી તેમ રાજકોટ વિભાગના સહમંત્રી પરેશભાઇ રુપારેલીયાએ જણાવ્યુ હતુ. કૌશિકભાઇ ખુબ જ ઉત્સાહી, સેવાભાવી અને ધર્મનિષ્ઠ વ્યક્તી છે. તેઓ દશેરા મહોત્સવ અંતર્ગત થતા તમામ ધાર્મીક, સામાજિક અને સંસ્ક્રુતીક કાર્યક્રમોમા તન, મન, ધન થી સેવા આપવા હંમેશને માટે તત્પર હોય છે. તેઓ વિશ્વ હિંદુ પરિષદમા રાજકોટ પશ્ચિમ જિલ્લામા જીલ્લાના મંદિર અર્ચક પુરોહીત સમ્પર્ક પ્રમુખ તરીકેની જવાબદારી પણ કુશળતા પુર્વક નિભાવી રહ્યા છે. કૌશિકભાઇ જેઓ પ્રમુખ બિલ્ડર્સના માલિક છે તેઓ અનેક સેવાકિય, સામાજીક તથા ધાર્મીક સંસ્થાઓ સાથે જોડાયેલા છે તથા અનેક સેવા કાર્યોમા તેમનુ મહત્વનું યોગદાન હોય છે. તેઓ રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાન – ઢેબર રોડ, યોગીધામ ગુરુકુળ, જગ્ગનાથ મંદીર નાના મોવા, બાલાજી મંદીર ભુપેંદ્ર રોડ, ગિર ગંગા પરીવાર ટ્રસ્ટ જેવી અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા હોવા ઉપરાંત તેનો કાર્યભાર પણ નિભાવી રહ્યા છે. દર વર્ષે દાદા ગુરુની યાત્રામાં મધ્યપ્રદેશથી ગુજરાતની બોર્ડર સુધીની જવાબદારીમા પણ મહત્વનો ભાગ ભજવે છે. સેવા ભાવી અને પ્રખર હિંદુવાદી વ્યક્તીત્વ ધરાવતા કૌશિકભાઇ સરધારા સંગઠનના કોઇ પણ કામ માટે હંમેશને માટે તૈયાર હોય છે. જીલ્લાના તથા મહાનગરના તમામ કાર્યકર્તાઓ સાથે આત્મિયતા અને લાગણી ધરાવતા કૌશિકભાઇ હિંદુત્વ તથા દેશ હિતના દરેક કાર્યોમા ખુબ સક્રીય રિતે કામ કરતા હોય છે.
- Advertisement -