– 38.2 ટકામાં XBB1.16નું સ્વરૂપ હોવાનો કેન્દ્રને રીપોર્ટ
ભારતમાં માથુ ઉંચકી રહેલા કોરોનાની રફતાર ઝડપી બની રહી હોય તેમ આજે નવા કેસોમાં વધુ મોટો ઉછાળો નોંધાયો હતો. એક જ દિવસમાં 5000 થી વધુ કેસ નોંધાયા હતા જે છેલ્લા છ માસનાં સૌથી વધુ છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયનાં આંકડાકીય રીપોર્ટ પ્રમાણે ભારતમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના નવા 5335 કેસો નોંધાયા હતા જે ગઈકાલનાં 4435 ની સરખામણીએ 900 થી વધુ હતા આ સાથે સક્રિય કેસોની સંખ્યા વધીને 25587 નોંધાઈ છે.
- Advertisement -
કોરોનાના વધતા સંક્રમણને પગલે એલર્ટ બનેલી કેન્દ્ર સરકાર દ્વારા ગઈસાંજે એમ્પાવર્ડ ગ્રુપની બેઠક યોજવામાં આવી હતી તેમાં એમ કહેવાયું હતું કે 38 ટકા સંક્રમણ પાછળ વાયરસનો નવો વેરીએન્ટ જવાબદાર છે. આ બેઠકમાં નીતી આયોગ તથા આરોગ્ય વિભાગને વિસ્તૃત રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો. અધિકારીઓએ એવી માહીતી આપી હતી કે ભારતમાં એમીક્રોન તથા તેનાં સબ વેરીએન્ટનું જોર છે અને તેનાં કારણે સંક્રમણમાં વધારો થઈ રહ્યો છે ખાસ કરીને પશ્ચીમી દક્ષિણ તથા ઉતરીય ભાગોમાં સંક્રમણ વધુ છે.
ભારતના વિભીન્ન ભાગોમાં વાયરસનું નવુ એકસબીબી1.16 સ્વરૂપ પણ જોવા મળી રહ્યું છે. કુલ સંક્રમીત દર્દીઓમાંથી 38.2 કોરોનાનું આ સ્વરૂપ દેખાય રહ્યું છે. માર્ચના ત્રીજા સપ્તાહથી આ નવા સ્વરૂપનું સંક્રમણ સતત વધી રહ્યુ છે. કેટલાંક ભાગોમાં બીએ2.10 તથા બી.એ..2.75 વેરીએન્ટ પણ છે જે ઓમીક્રોન જેવો જ છે. દેશનાં કેટલાંક જીલ્લાઓમાં સંક્રમણની ઝડપ ઘણી ચિંતાજનક હોવાની પણ લાલબતી ધરવામાં આવી હતી છતા હોસ્પીટલાઝેશન ઓછુ હોવાથી રાહત હોવાનું સ્પષ્ટ કરાયું હતું.