ખાસ-ખબર ન્યૂઝ રાજુલા, તા.3
રાજુલા શહેરમાં પોલીસ સ્ટેશન પાસે દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજુલા નેચર ક્લબ દ્વારા 5000 નિશુલ્ક ચકલીના માળાનું વિતરણ કરવામા આવ્યું હતું. છેલ્લા 25 વર્ષથી નેચર ક્લબ ટીમ સેવાકીય કાર્ય કરી રહી છે. આ ચકલીના માળાનો વિતરણનો મુખ્ય હેતુ એ છે કે, આજના સમયમાં વૃક્ષો ની અછત થઇ રહી છે જેના કારણે ચકલીઓને રહેવાનું સ્થાન પણ ઘટી રહ્યુ છે. જેને લઇ ચકલીના માળાનું નિશુલ્ક વિતરણ કરાયું હતું. આ કાર્યક્રમમાં રાજુલા શહેરનાં વેપારી આગેવાનો-અગ્રણીઓ તથા વિવિધ સંસ્થાના આગેવાનો તેમજ રાજુલા પોલીસ સ્ટાફ પણ ખાસ ઉપસ્થિત રહીને ચકલીના માળાના વિતરણ કાર્યક્રમમાં જોડાયા હતાં. આ તકે રાજુલા નેચર ક્લબના વિપુલભાઈ લહેરી, ચેતનભાઇ ઠાકર, મનસુખભાઇ વાઘેલા, પ્રવિણભાઇ ગોહિલ સહિત નેચર ક્લબ ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવવામા આવી હતી.