સૌરાષ્ટ્ર-કચ્છના દર્દીઓ માટે આશાનું કિરણ; માત્ર 10 રૂપિયામાં તપાસ અને નિ:શુલ્ક દવાઓ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેરના મધ્યમાં આવેલી અને લોકસેવા માટે સમર્પિત એવી પંચનાથ હોસ્પિટલે માનવતાવાદી સ્વાસ્થ્ય સેવાઓના સફળતાપૂર્વક પાંચ વર્ષ પૂર્ણ કર્યા છે. આ અવસરે સંસ્થા દ્વારા છેલ્લા અડધા દાયકાની સિદ્ધિઓ અને સેવાકીય આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે, જે દર્શાવે છે કે આધુનિક મેડિકલ સારવાર કેવી રીતે સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો સુધી અત્યંત રાહત દરે પહોંચાડી શકાય છે.
સૌરાષ્ટ્ર અને કચ્છની જનતા માટે પંચનાથ હોસ્પિટલ આજે વિશ્વસનીયતાનું બીજું નામ બની ગઈ છે. જ્યારે આજના સમયમાં ખાનગી હોસ્પિટલોમાં સારવારના ખર્ચ સામાન્ય માણસની પહોંચ બહાર જઈ રહ્યા છે, ત્યારે આ હોસ્પિટલ પંચનાથ દાદાના આશીર્વાદ સાથે સેવાના પવિત્ર ઉદ્દેશ્યથી કાર્યરત છે.
આ ભગીરથ કાર્ય પાછળ પંચનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીઓનું અનન્ય યોગદાન છે. પ્રમુખ દેવાંગ માંકડ, મયુર શાહ, ધરમેન્દ્રભાઈ મહેતા, મહેન્દ્રસિંહ ગોહેલ, વસંતભાઈ જસાણી, નીરજ પાઠક, સંદીપભાઈ ડોડીયા, નીતીનભાઈ મણીયાર, અનીલભાઈ દેસાઈ, ડો. રવિરાજ ગુજરાતી તેમજ નીખીલ મહેતા અને નારાયણલાલ લાલકીયા સતત કાર્યરત રહીને આ હોસ્પિટલને પ્રગતિના પંથે આગળ ધપાવી રહ્યા છે.
પંચનાથ હોસ્પિટલે સાબિત કર્યું છે કે સેવાના સાચા સમર્પણ સાથે મેડિકલ ક્ષેત્રે પરિવર્તન લાવી શકાય છે અને ગરીબમાં ગરીબ માણસને પણ શ્રેષ્ઠ સારવાર આપી શકાય છે.
- Advertisement -
હોસ્પિટલની સફળતા પાછળ તેની મજબૂત અને સમર્પિત ડોક્ટરોની ટીમનો મોટો હાથ છે. હાલમાં હોસ્પિટલમાં વિવિધ તબીબી ક્ષેત્રોના કુલ 46 નિષ્ણાત ડોક્ટરો પૂર્ણ સમય માટે હાજર રહીને દર્દીઓની સારવાર કરે છે. આ હોસ્પિટલની વિશેષતા તેની ઓપીડી (ઘઙઉ) ફી છે, જે નીચે મુજબ છે:
ખઇઇજ ડોક્ટર: માત્ર રૂ. 10 ફી અને સાથે ત્રણ દિવસની દવાઓ વિનામૂલ્યે આપવામાં આવે છે.
ખઉ ડોક્ટર: નિષ્ણાત ડોક્ટર દ્વારા માત્ર
રૂ. 50માં તપાસ અને સચોટ નિદાન કરવામાં આવે છે.
સુપર સ્પેશિયાલિટી (ઉખ/ખઈવ): ગંભીર રોગોના નિદાન માટે સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો માત્ર રૂ. 200 માં સેવા આપે છે.
છેલ્લા પાંચ વર્ષમાં હોસ્પિટલે મેળવેલી સિદ્ધિઓ અને કરવામાં આવેલી સેવાઓની વિગતો નીચે મુજબ છે:
કુલ દર્દીઓની સંખ્યા: પાંચ વર્ષમાં 22,04,983 દર્દીઓએ હોસ્પિટલની મુલાકાત લીધી છે, જેનો અર્થ એ થયો કે રોજના સરેરાશ 1,451 દર્દીઓ અહીં સારવાર લે છે.
ઇન્ડોર પેશન્ટ્સ (ઈંઙઉ): અત્યંત રાહત દરે કુલ 14,338 દર્દીઓને દાખલ કરીને સારવાર આપવામાં આવી છે.
સફળ ઓપરેશન્સ: ન્યુરોલોજી, યુરોલોજી, ઓર્થોપેડિક, ગાયનેક અને આંખ જેવા જટિલ વિભાગોમાં કુલ 10,543 સફળ ઓપરેશનો કરવામાં આવ્યા છે.
ઇમરજન્સી વિભાગ: આકસ્મિક સંજોગોમાં 7,980 દર્દીઓને તાત્કાલિક સારવાર આપીને જીવતદાન આપવામાં આવ્યું છે.
આર્થિક રાહત અને નિ:શુલ્ક સુવિધાઓ
હોસ્પિટલનો મુખ્ય ઉદ્દેશ્ય નફો કમાવાનો નહીં પરંતુ માનવતાની સેવા કરવાનો છે. પાંચ વર્ષ દરમિયાન દર્દીઓને સીધી રીતે કુલ રૂ. 2,88,41,357/- જેટલી આર્થિક રાહત આપવામાં આવી છે. આ ઉપરાંત, હોસ્પિટલમાં દાખલ થતા દરેક દર્દીને વિનામૂલ્યે પૌષ્ટિક ભોજન (પ્રસાદ) પીરસવામાં આવે છે. સૌરાષ્ટ્રની આ એવી વિશિષ્ટ સેવાકીય હોસ્પિટલ છે જ્યાં વેન્ટિલેટર, ઓક્સિજન, ઇન્ફ્યુઝન પંપ અને મેડિકલ મોનિટર જેવી અદ્યતન સુવિધાઓનો ઉપયોગ કરવા માટે દાખલ દર્દીઓ પાસેથી કોઈ પણ વધારાનો ચાર્જ લેવામાં આવતો નથી.
- Advertisement -
ઇમરજન્સી અને કોરોનાકાળની કામગીરી
પંચનાથ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગની એક ખાસિયત એ છે કે અહીં કોઈપણ પ્રકારની ઇમરજન્સી ફી લેવામાં આવતી નથી. આ વિભાગ 24 કલાક વેન્ટિલેટર, ડિફિબ્રિલેટર અને એક્સ-રે જેવી સુવિધાઓથી સજ્જ છે. કોરોનાકાળ દરમિયાન પણ હોસ્પિટલે તેની સામાજિક જવાબદારી નિભાવી હતી અને જરૂરિયાતમંદ દર્દીઓને અંદાજે રૂ. 41 લાખની સારવાર સંપૂર્ણપણે વિનામૂલ્યે પૂરી પાડી હતી.



