ઓપરેશન સિંદૂર: બેંગલુરુમાં એર માર્શલ કટ્રે વાર્ષિક વ્યાખ્યાનમાં બોલતા, IAF વડા એર ચીફ માર્શલ એપી સિંહે કહ્યું કે S-400 વાયુ સંરક્ષણ પ્રણાલી દ્વારા 300 કિમીની રેન્જમાં પાકિસ્તાનના ફાઇટર જેટને તોડી પાડવામાં આવ્યા હતા.
વાયુસેનાના વડા એર ચીફ માર્શલ એ.પી.સિંહે શનિવારે ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપી હતી. 9 ઓગસ્ટના રોજ બેંગલુરુ એલએમ કાત્રે લેક્ચરમાં વાયુસેનાના વડા એર ચીફ માર્શલે કહ્યું હતું કે ભારતીય વાયુસેના (IAF) ની જમીનથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ સિસ્ટમે 5 પાકિસ્તાની વાયુસેનાના ફાઇટર પ્લેન અને એક AEW/C અને ELINT (AEW&C- એરબોર્ન અર્લી વોર્નિંગ એન્ડ કંટ્રોલ અને ELINT- ઇલેક્ટ્રોનિક ઇન્ટેલિજન્સ) વિમાનને તોડી પાડ્યું હતું.
- Advertisement -
પહલગામ હુમલા બાદ પાકિસ્તાનને થયેલા નુકસાનની વિગતો જણાવી
તેમણે એક સ્લાઇડ રજૂ કરીને આ માહિતી આપી હતી. જેમાં તેમણે પહલગામ ઘટના પછી પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓને થયેલા નુકસાનને પણ દર્શાવ્યું હતું. તેમણે હુમલા પહેલા અને પછી સેટેલાઇટ તસવીરોમાંથી દ્વારા નુકસાનની પુષ્ટી કરી હતી. સિંહે કહ્યું કે આ હુમલાઓમાં S-400 મિસાઇલ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેણે 300 કિમીના અંતરેથી AEW/C વિમાનને નિશાન બનાવ્યાં હતા.
તેમણે આતંકવાદી ઠેકાણાઓની સેટેલાઇટ તસવીરો તરફ ઈશારો કરતા આ વાત કહી. થોડા અઠવાડિયા પહેલા પહલગામ આતંકવાદી હુમલા જેમાં 26 નિર્દોષ લોકો માર્યા ગયા હતા તેના જવાબરૂપે ભારતે 7 મેના રોજ સૈનય કાર્યવાહીમાં નવ આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો અને 100 થી વધુ આતંકવાદીઓને મારી નાખ્યા હતા.