જૂનાગઢ જિલ્લામાં સવર્ત્ર મેઘરાજાના મંડાણ
1થી 5 ઇંચ વરસાદ વરસતા વાવણી કાર્ય પૂરજોશમાં
- Advertisement -
ગિરનાર પર પવન અને વરસાદી માહોલ વચ્ચે રોપ-વે બંધ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.23
જૂનાગઢ જિલ્લામાં છેલ્લા બે દિવસથી સર્વત્ર મેઘરાજાના મંડાણ જોવા મળી રહ્યા છે. રવિવારે વરસાદે જોર પકડયું હતું અને સમગ્ર જિલ્લાના તમામ તાલુકામાં 1 થી 5 ઇંચ વરસાદ નોંધાયો હતો જેમાં સૌથી વધુ મેંદરડા અને માંગરોળમાં 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો અને માણાવદરમાં 4 ઇંચ વરસાદ વરસ્યો હતો જયારે સમગ્ર જિલ્લામાં સારો વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની સાથે વાવણી કાર્ય પુરજોશમાં શરુ કર્યું હતું અને નદી, નાળા અને ચેકડેમો પાણીથી ભરાયા હતા જયારે ગિરનાર પર્વત પર ભારે પવન સાથે વરસાદ વરસતા વાતાવરણના લીધે ગિરનાર રોપ-વે સેવા આજે પણ બંધ રાખવી પડી હતી આમતો છેલ્લા 6 દિવસ રોપ-વે સેવા બંધ છે. ધીમી પારે જૂનાગઢ સહિત સોરઠમાં રવિવાર 1 થી 5 ઇંચથી વધુ વરસાદ વરસતા લોકો અને ખાસ કરીને ધરતીપુત્રોમાં ખુશી વ્યાપી ગઈ હતી. ત્રણ દિવસથી મેઘરાજાએ આંશિક વિરામ લીધો હતો. મેઘરાજાના આરામથી ગરમીનું પ્રમાણ વધ્યું હતું અને તાપમાનનો પારો 33 ડિગ્રી આસપાસ પહોંચી ગયો હતો. જોકે, સોમવારથી વરસાદના નવા રાઉન્ડની આગાહી કરવામાં આવી હતી.પરંતુ સોમવારની સવાર થાય તે પહેલા રવિવારની સવારથી જ વાતાવરણમાં ઓચિંતો પલટો આવ્યો હતો. જયારે હવામાન વિભાગની આગાહીના પગલે આગામી તારીખ 30 જૂન સુધી સારો વરસાદ પડશે તેવી આગાહી કરી છે. રવિવારે જૂનાગઢ સહિત સૌરઠના આકાશમાં વરસાદી વાદળો છવાઈ ગયા હતા.
અને થોડીવારમાં જ મેધરાજાએ ઘીમીધારે વરસવાનું શરૂ થયો હતો. જૂનાગઢ શહેર ઉપરાંત જિલ્લામાં આખો દિવસ મેઘરાજાએ ધીમીધારે વરસાદ શરુ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જૂનાગઢ શહેર ઉપરાંત ગિરનાર અને દાતાર પર્વત ક્ષેત્રમાં પણ સવારથી હળવાથી ભારે વરસાદના ઝાપટા વરસ્યા હતા. એમાંય બપોર બાદ મેઘરાજા મન મૂકીને વરસાવાનું શરૂ કર્યું હતું અને સારા વરસાદના લીધે શહેરના માર્ગો પરથી પાણી વહેતા થઈ ગયા હતા. જયારે આજે પણ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. જયારે અનેક ડેમોમાં નવા નીરની અવાક જોવા મળી છે. દરમિયાન ગિરનાર અને દાતાર પર્વત વરસાદી વાદળોથી ઢંકાયેલા રહેતા અનોખો નજારો જોવા મળ્યો હતો. રવિવારની સાંજે શહેરીજનો વરસાદની મજા માણવા માટે ભવનાથ સહિતના વિસ્તારોમાં પહોંચ્યા હતા. રવિવારે જૂનાગઢ ઉપરાંત માણાવદર વિસાવદર મેંદરડા કેશોદ તાલુકામાં પણ મેથરાજાએ વહાલ વરસાવ્યું હતું. ખાસ કરીને સાંજના ચાર વાગ્યા પછી સમગ્ર જિલ્લામાં મેથાની કૃપા વરસવાની ઝડપમાં વધારો થયો હતો. જેને લઈને ખેડૂતોમાં ખુશી છવાઈ ગઈ હતી. જિલ્લાભરમાં એકંદરે શાંત વરસાદ વરસત કોઈપણ જગ્યાએથી નુકસાનન સમાચાર પ્રાપ્ત થયા ન હતા.