માર્ચના પ્રારંભે જ આકરી ગરમીની શરૂઆત
રાજ્યમાં ભાવનગર બાદ રાજકોટ બીજા નંબરનું ગરમ શહેર
- Advertisement -
આગામી 24 કલાક બાદ મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે
T-20 ફાઈનલના દિવસે અમદાવાદનું તાપમાન 37 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
- Advertisement -
માર્ચ મહિનાની શરૂઆત સાથે જ રાજકોટમાં આકરી ગરમીની શરૂઆત થઈ ચૂકી છે. હવામાન વિભાગ દ્વારા અલગ અલગ શહેરોમાં આગામી પાંચ દિવસ સુધી હિટવેવની શક્યતા વ્યકત કરવામાં આવી છે. ભાવનગરમાં આજે હિટવેવની આગાહી વચ્ચે તાપમાનનો પારો 38 ડિગ્રી આસપાસ પહોંચવાની શક્યતા વ્યકત કરવામાં આવી છે. 8મી માર્ચે જ્યારે અમદાવાદમાં ઝ-20 વર્લ્ડકપની ફાઈનલ રમાવાની છે ત્યારે શહેરમાં તાપમાનનો પારો 37 ડિગ્રીને પાર પહોંચવાની શક્યતા છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માના જણાવ્યા અનુસાર, બે દિવસ બાદ પોરબંદર, દીવ, સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં યેલો અલર્ટ સાથે હિટવેવની શક્યતા છે. આજે અમદાવાદનું મહત્તમ તાપમાન 37.7 ડિગ્રી નોંધાયું છે. આજે અમદાવાદના તાપમાનમાં ઘટાડો થતા 35 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે. જોકે 24 કલાક બાદ ફરી તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. ભાવનગરમાં સૌથી વધુ 38 ડિગ્રી નોંધાયું છે. ઝ20 વર્લ્ડ કપ સમયે અમદાવાદમાં ગરમીનો અનુભવ થઇ શકે છે. 8 માર્ચે અમદાવાદનું તાપમાન 37 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે. આવતીકાલે ભાવનગરના કેટલાક ભાગોમાં હિટવેવની શક્યતા છે. એકાએક 4.5 ડિગ્રી અને તેનાથી વધારો થશે.
હાલમાં ઉત્તર-પશ્ચિમ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ 15 થી 20 નોટ્સ રહેવાની સંભાવના છે. ખાસ કરીને ઉત્તર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે પવનની અસર વધુ જોવા મળશે. ગાંધીનગર અને અમદાવાદમાં પણ ગરમીનું જોર યથાવત છે. આજે આ બંને શહેરોમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે, જોકે આગામી 24 કલાક બાદ રાજ્યમાં મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે. એટલે કે ઝ20 ફાઇનલ મેચના દિવસે રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધશે.
છેલ્લા 24 કલાકમાં મહત્તમ તાપમાનની વાત કરીએ તો, અમદાવાદમાં 37.7 ડિગ્રી સેલ્સિયસ, અમરેલીમાં 37.7 ડિગ્રી, વડોદરામાં 37.2 ડિગ્રી, ભાવનગરમાં 38 ડિગ્રી, ભુજમાં 35.4 ડિગ્રી, દાહોદમાં 34.9 ડિગ્રી, દમણમાં 34 ડિગ્રી, ડાંગમાં 36 ડિગ્રી, ડીસામાં 37.3 ડિગ્રી, દીવમાં 37 ડિગ્રી, દ્વારકામાં 27.8 ડિગ્રી, ગાંધીનગરમાં 37.2 ડિગ્રી, કંડલામાં 35 ડિગ્રી, નલિયામાં 30.6 ડિગ્રી, ઓખામાં 29.8 ડિગ્રી, પોરબંદરમાં 36.7 ડિગ્રી, રાજકોટમાં 37.9 ડિગ્રી, સુરતમાં 36.4 ડિગ્રી, વેરાવળમાં 36.8 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું છે.



