શહેરના વિવિધ કામોને લઇ શાસક વિપક્ષનો વાદ વિવાદ
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ મહાનગરપાલિકાનું ગઇકાલ જનરલ બોર્ડ મળ્યુ હતું. જેમાં શાસક પક્ષે બહુમતિના જોરે જોષીપરા શાકમાર્કેટ પાસેના કોમર્શીયલ કોમ્પલેક્ષની જમીન માટે પ.74 કરોડ રકમ ચુકવવાનો ઠરાવ કરતા વિપક્ષ સભ્યોએ હોબાળો મચાવ્યો હતો. વિરોધ પક્ષના નેતાએ કહ્યુ હતુ કે, 42 વેપારીઓ માટે 5.74 કરોડની રકમ મહાનગરપાલિકા કયાં હેડમાંથી આપશે. તે જણાવવા ઉપરાંત પ્રજાના પ્રથમિક સુવિધાઓના કામો થતા નથી. ત્યારે કરોડોની રકમ મહાનગરપાલિકાની પ્રજાના ખીસ્સામાંથી નહીં પરંતુ સરકારમાંથી ખાસ ગ્રાન્ટ ફાળવવી જોઇએ. એવી શાસકપક્ષો પાસે માંગ કરીને વિરોધ કર્યો હતો. બીજી તરફ જનરલ બોર્ડમાં રસ્તાઓના ખોદકામ તેમજ શહેરમાં વધતા જતા શ્ર્વાનનાં ત્રાસ તેમજ ઓજી વિસ્તારમાં પાણી વિતરણ અને નરસિંહ મહેતા સરોવર કામગીરી સહિતના મુદ્દે શાસક અને વિપક્ષ આમને-સામને જોવા મળ્યા હતા.
જોષીપરાના કોમર્શીયલ કોમ્પલેક્ષ માટે 5.74 કરોડનો ઠરાવ બહુમતિથી મંજૂર
