કુવાડવા રોડ પર શિવપરામાં રહેતા શખ્સે લોકોને વળતર આપી શીશામાં ઉતાર્યા
રાજકોટના 27 સહિત અમદાવાદ, ગોંડલ, જૂનાગઢ, જામનગર, બોટાદના લોકોએ મરણમૂડી ગુમાવતા યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.30
રાજકોટના કુવાડવા રોડ પર શિવપરામાં રહેતા શખસે લોકોને આઈપીઓમાં ઊંચા વળતરની લાલચ આપી રાજકોટ સહિત ગુજરાત ભરના 49 લોકો સાથે 4.46 કરોડની છેતરપીંડી આચરતા યુનીવર્સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. રાજકોટમાં રામેશ્વર પાર્કમાં રહેતાં અને કિચનવેર એપ્લાઇન્સનું ટ્રેડિંગ કરતા કલ્પેશભાઇ દિનેશભાઈ બુસા ઉ.43એ શિવપરાના રોહિત રમેશ રોરીયા સામે યુનીવર્સીટી પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના મિત્ર કૌશીકભાઈ હર્ષદરાય સોનેજીના મારફત રોહિત રોરિયા સાથે ફોન ઉપર વાતચીત કરી તેઓને આઈપીઓ ભરવા અને રોકાણ કરવા માટે જણાવ્યું હતું. તેમને ઉંચું વળતર આપવાનું વચન આપી ગત તા.06/05/2024 ના સાંજના સમયે ઘર પાસે મુલાકાત કરી હતી. ત્યાર બાદ સારા વળતરની લાલચ, પ્રલોભન આપીને સંપુર્ણ વિશ્ર્વાસમાં લઈ લેતા તેઓએ તા.09/05/2024 ના રોજ નેટ બેંકિંગથી રૂ48500 આરોપીના ખાતામાં આપેલા હતા ત્યારબાદ રોહિતને તા. 28/05/2024 ના રૂ20,250 નેટ બેંકિંગથી આપેલા હતા. જેથી તેઓએ તા.22/06/2024 ના રૂ80,500 મુળ રકમ અને નફા સાથે પરત આપીને વિશ્વાસમાં લઈ લેતા તેઓના ખાતામાં કુલ મળી રૂ15,21,250 બેંક મારફતે તેના ખાતામાં ટ્રાંસફર કરી જમા કરેલ હતા તેમજ તેમને કટકે કટકે રોકડા રૂ11,64,000 તેમની પુરેપેરી કમાણીના રૂપીયા તેઓને આપી દિધેલ હતા, જેના બદલામાં આરોપીએ કુલ રૂ14.52 લાખ પરત બેંક મારફત આપેલ હતા, તે સિવાયના મુળ રકમ જમા કરેલ તે પૈકીના બાકી કુલ રૂ12,33,250 આજ સુધી પરત આપેલ નથી તેમજ નફાની નિકળી રકમના રૂપીયા પણ પરત આપેલ નથી, ફરીયાદીએ તેમના પત્નિ કવિતાબેન કલ્પેશભાઈ બુસાને પણ આ બાબતે સમજાવી નફો મળશે તેવું આશ્વાસન મળેલ હોય, જેથી તેઓએ પત્નિની મંજુરીથી તેના બેંક ખાતામાંથી રૂ.12.05 લાખ રોહીત રોરીયાના ખાતામાં જમાં કરાવેલ હતા. જેના બદલામાં રૂ7.33 લાખ પરત બેંક મારફત આપેલ હતા, તે સિવાયના મુળ રકમ જમા કરેલ તે પૈકીના બાકી રહેલ રકમ કુલ રૂ4,72,200 આજ સુધી પરત આપેલ નથી, તેમજ નફાની નિકળી રકમના રૂપીયા પણ તેમના પત્નિને પરત આપેલ ન હતી જે બાબતે રોહીત રોરીયાનો ચાલુ વર્ષના ફેબ્રુઆરી માસમાં કોઈ કોન્ટેક્ટ ન થતા અને તેઓ ફોન પણ રીસીવ ન કરતા હોય, જેથી કૌશિકભાઈ સોનેજીને ફોન કરતા તેઓએ પણ જણાવેલ કે, આ રોહીત રોરીયા તમારી તથા મારા જેવા ઘણા બધા લોકોના આવી રીતે આઈપીઓ ભરવાના નામે રોકાણ કરવાના બહાને સૌપ્રથમ ધવલભાઈ મહેતાના કોન્ટેક્ટમાં આવતા તેઓએ તા.31/01/2023 ના રોજ ટ્રાંજેક્શન રૂ50 હજારનું કરેલ હતું, તેમજ છેલ્લે તા.31/01/2025 ના દલસુખભાઈ ગોંડલીયાએ નેટ બેકીંગથી પેમેન્ટ કરેલ હતું, તેમ જાણવા મળેલ છે ત્યાર બાદ દલસુખભાઈ ગોંડલીયા સાથે તા.04/02/2025 ના રોજ છેલ્લે ફોનથી વાતચીત થયેલ હતી, ત્યારબાદ ઘણા બધા માણસોએ તેમનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરવા છતા તે નાશી જતા ઘણી બધી રકમ લઈને ફરાર થઈ ગયેલ છે જેથી આરોપીએ ફરીયાદી અને અન્ય 48 લોકો સાથે આઈપીઓ ભરવાના બહાને રોકાણ કરવાનું કહીને સારૂ એવું વળત2 મળશે તેવો વિશ્વાસ આપીને બેંક મારફતે તથા રોકડા રૂપીયા લઈ રોકાણકારોને અમુક વળતર પેટે રૂપીયા પરત આપીને રોકાણકારોને વધુ નફો આપશે તેવું કહી રોકાણકારો સાથે રૂ. 4,46,85,028 જેટલી મોટી રકમની છેતરપીંડી કરી નાના રોકાણાકરોને મોટું આર્થિક નુકશાન કરી રૂપીયા ઓળવી જતા ફરીયાદ નોંધાવી હતી. બના અંગેની ફરિયાદ પરથી યુનિવર્સિટી પોલીસની ટીમે ગુનો નોંધી પીઆઇ એચ.એન.પટેલ અને ટીમે તપાસ હાથ ધરી હતી.
- Advertisement -
છેતરપિંડીનો ભોગ બનનાર લોકો અને ગુમાવેલી રકમની યાદી
વિમલભાઈ રવજીભાઈ સમાણી (રહે. રાજકોટ : 14,28,574
ધ્વનીબેન વિમલભાઈ રામાણી (રહે.રાજકોટ : 24,76,750
યશ્વીબેન વિમલભાઈ રામાણી (રહે, રાજકોટ 15,60,000
ચિરાગભાઈ મનહરલાલ છાટબાર (રહે, રાજકોટ 5,82,500
ભાવીનીબેન ચંદ્રકાંતભાઇ સોનેજી (રહે.રાજકોટ 3,48,750
દર્શનભાઈ કાબુભાઈ ચુડાસમા (રહે. રાજકોટ 5.16 લાખ
ધવલભાઈ મનસુખલાલ મહેતા, (રહે.રાજકોટ 4.76 લાખ
મહેશભાઈ નાનાલાલા મહેતા (રહે.રાજકોટ 94 હજાર
વિમેશભાઈ પ્રવિણચંદ્ર શાહ (રહે. રાજકોટ 3,69,875
ધર્મિષ્ઠાબેન વિમેશભાઈ પ્રવિણચંદ્ર શાહ (રહે. રાજકોટ 1,04,500
નવનીતભાઈ જમનાદાસ વાગડીયા (રહે. રાજકોટ 9,68,000
કુમારભાઇ કિરનભાઈ બોસમિયા (રહે. રાજકોટ 13.65 લાખ
દલસુખભાઈ પરબતભાઈ ગોંડલીયા (રહે. રાજકોટ 17.26 લાખ
આકાશભાઈ ભરતભાઈ ચિત્રોડા (રહે.રાજકોટ 38.125
સ્વેતાબેન વિવેકભાઈ જેઠવા (રહે.રાજકોટ 6,04,500
નિતીનભાઈ શિવકુમાર પાંડે, (રહે.રાજકોટ 3,53,253
રાજવિબેન વિરેનભાઈ કાલાવાડીયા (રહે.રાજકોટ 1,47,500
અંકીતભાઈ દલસુખભાઈ ગોંડલીયા (રહે. રાજકોટ 7,67,999
રિંકલ હર્શદભાઈ મેર (રહે.રાજકોટ 1,11,875
જીજ્ઞેશભાઈ દિલીપભાઈ સોનેજી (રહે. રાજકોટ 6,34,900
એમ.પ્રસાદ રહે. જલેશ્વરપુર ગામ, (ઓડીસા 1,28,687
શિલ્પાબેન હાર્દિકભાઈ કોઠારી (રહે.રાજકોટ 89,626
મહેશભાઈ કિશોરભાઈ જાદવ ( રહે.રાજકોટ 10.16 લાખ
પરેશભાઈ રામજીભાઈ માવાણી, (રહે.રાજકોટ 3,16,749
અલ્પેશભાઈ કૈલાશભાઈ આતકરી (રહે. અમદાવાદ 47,71,535
શ્વેતાબેન રૂતુલભાઈ લ શાહ, (રહે.અમદાવાદ 53,44,500
મુકેશભાઈ ગોવિંદભાઈ ભાલાળા (રહે.અમદાવાદ 11,02,250
મનિષાબેન મુકેશભાઈ ભાલાળા, (રહે.અમદાવાદ 1.38 લાખ
સુર્યા ઓમપ્રકાશ છાબરીયા (રહે.અમદાવાદ 14,01,500
હેમાંલીબેન જીજ્ઞેશભાઈ મનહરલાલ શાહ (રહે.અમદાવાદ 26,11,540
દેવ જીજ્ઞેશભાઈ શાહ અમદાવાદ 1,13,290
જીનલબેન જીજ્ઞેશભાઈ શાહ અમદાવાદ 4,29,075
મુકેશભાઈ જયંતીલાલ શાહ અમદાવાદ 7,58,500
તરૂણભાઈ હસમુખરાય શાહ અમદાવાદ 58 હજાર
મિશિતભાઈ શાહ અમદાવાદ 1,67,500
તનયભાઈ અશ્વિનભાઈ શાહ મુંબઈ 5,70,800
અશ્વિનભાઈ વિરચંદભાઈ શાહ મુંબઈ 3.90 લાખ
દક્ષેશભાઈ અરવિંદભાઈ મણીયાર અમદાવાદ 1.45 લાખ
ચિંતનભાઈ ઘનશ્યામભાઈ પટેલ અમદાવાદ 7,02,750
ગૌતમભાઈ લાલજીભાઈ કાસુંદ્રા અમદાવાદ 3,16,750
પાયલબેન ધનવંતરાય વાલેરા જામનગર 31,16,625
હિમાંશુભાઈ રાજેન્દ્રભાઇ જાદવ ગોંડલ 97,500
દિપકભાઈ કલાભાઈ વાવડીયા કોટડાસાંગાણી 1,27,735
હરીકિશનભાઇ મધુકરભાઈ ગરાચ બોટાદ 27,80,625
રણજીતભાઈ શક્તિદાન ગઢવી રાજકોટ 5,05,000
ગીરીશભાઈ નટવરલાલ કોટક રાજકોટ 2,2,750
વીણાબેન ગીરીશભાઈ કોટક રાજકોટ 2,2,750
ભીમશીભાઈ નથુભાઈ ચંદ્રાવાડીયા જુનાગઢ 3 લાખ