લાભાર્થીને આવાસ બનાવવા માટે રૂ. 1.20 લાખ ચૂકવવામાં આવે છે
ખાસ-ખબર સંવાદદાતા
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત કાચું આવાસ ધરાવતા ઘર વિહોણા લાભાર્થીઓને આવાસ બનાવવા સહાય ચૂકવવામાં આવે છે. જે અન્વયે સરકારની રૂ.671.40 લાખની સહાયથી 450 આવાસોનું નવનિર્માણ કરી ચાલુ વર્ષમાં જેતપુર ખાતે લોકાર્પણ કરાયુ હતું. જેમાં 250 લાભાર્થીઓને લાભ અપાયો હતો. આવાસ બનાવવા પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત રૂ. 1.20 લાખ ચૂકવવામાં આવે છે. પ્લોટ વિહોણા લાભાર્થીઓને મફત પ્લોટ ફાળવણી કરવામાં આવે છે. મનરેગા યોજના દ્વારા 90 દિવસની રોજગારી પેટે મહત્તમ રૂ. 20610 ચૂકવવામાં આવે છે. સ્વચ્છ ભારત મિશન યોજના અન્વયે રૂ. 12 હજાર આપવામાં આવે છે. જે લાભાર્થીઓ દ્વારા આવાસનું બાંધકામ 180 દિવસમાં પૂર્ણ કરે તેવા લાભાર્થીઓને મુખ્યમંત્રી પ્રોત્સાહક સહાય યોજના હેઠળ રૂ.20 હજારની સહાય (વધારાની સહાય) લાભાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે આપવામાં આવે છે. તેમ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, રાજકોટની યાદીમાં જણાવાયુ છે.