ખાસ-ખબર સંવાદદાતા
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાની અંદાજે 45 હજાર ભારીની આવક નોંધાઈ છે. યાર્ડની બહાર બંને બાજુ 2000 થી વધુ વાહનોની 3 થી 4 કિલોમીટર લાંબી કતાર લાગી જવા પામી હતી. સમગ્ર સૌરાષ્ટ્રભર માંથી ખેડૂતો પોતાનો માલ વેચવા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવતા હોય છે. ગોંડલિયુ મરચું સમગ્ર ગુજરાત માં પ્રખ્યાત છે.
સમગ્ર ગુજરાતમાં ગોંડલના તીખા મરચાને લઈને જાણીતું છે અહીંનું મરચું તીખાસને લઈને ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યના લોકોને પણ આકર્ષી રહ્યું છે જોકે આ વખતે આ મરચાની તીખાશ લોકોના ખિસ્સાને પણ લાગવાની છે કેમ કે આ વખતે ગોંડલીયા મરચાના ભાવમાં મોટો વધારો થયો છે 20 કિલોના આશરે 1500 થી 2000 રૂપિયા સુધીનો ભાવ વધારો ખેડૂતોને મળી રહ્યો છે એક તરફ મરચા નો ભાવ વધારો લોકોની ચિંતા વધારી રહ્યો છે તો બીજી તરફ ખેડૂતોને ખુશી અપાવી રહ્યો છે ગયા વર્ષે 20 કિલો મરચા ના ભાવ 2500 થી 3000 રૂપિયા સુધી મળતા હતા જ્યારે આ વર્ષે 20 કિલો મરચાના ભાવ 4000 થી 5000 રૂપિયા સુધી મળી રહ્યા છે.
ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાએ જણાવ્યું હતું કે આ વખતે મરચા ના સારા ભાવ મળવા પાછળનું કારણ એ પણ છે કે ગોંડલનું મરચું આ વખતે અન્ય દેશોમાં વધુ એક્સપોર્ટ થયું છે તેમજ ઉત્પાદન ઓછું છે જેથી આ મરચાંના ભાવ મળી રહ્યા છે હાલ ગોંડલ માર્કેટિંગ યાર્ડની વાત કરવામાં આવે તો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાની પુષ્કળ આવક થઈ છે.
ગોંડલ યાર્ડમાં મરચાંની 45 હજાર ભારીની આવક
