સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં સાજા થયેલા દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો.
છેલ્લા કેટલાક દિવસોથી કોરોના કેસમાં વધારા બાદ હવે આંશિક રાહત મળી છે. વાત જાણે એમ છે કે, હવે દેશમાં કોરોના વાયરસના કેસોમાં ઘટાડો થયો છે. છેલ્લા 8 દિવસથી દેશમાં 10000થી ઓછા કેસ સામે આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં સક્રિય કેસની સંખ્યા 4282 થઈ ગઈ છે. જ્યારે આ દરમિયાન 14 લોકોના મોતના સમાચાર છે. સક્રિય કેસ ઘટીને 47,246 પર આવી ગયો છે.
- Advertisement -
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં સાજા થયેલા દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. જણાવી દઈએ કે, હવે દેશમાં કોરોનાના કેસ સતત ઘટી રહ્યા છે. હવે કોવિડ-19 ના કેસ 10000 થી ઓછા આવી રહ્યા છે અને આ સિવાય સાજા થયેલા દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે, તેથી કોરોનાનો ડર ઓછો થઈ રહ્યો છે.
#COVID19 | India reports 4,282 new cases and 6,037 recoveries in the last 24 hours; the active caseload stands at 47,246.
(Representative image) pic.twitter.com/XO9gWG7Uh0
- Advertisement -
— ANI (@ANI) May 1, 2023
છેલ્લા 24 કલાકમાં 4282 નવા કેસ
ભારતમાં છેલ્લા 24 કલાકમાં 4282 નવા દર્દીઓ સામે આવ્યા છે. આરોગ્ય મંત્રાલયનાં આંકડાઓ મુજબ સક્રિય કેસની સંખ્યા વિશે વાત કરીએ તો, દેશમાં હાલમાં સક્રિય કેસોની સંખ્યા 47,246 છે. સક્રિય કેસનો દર હવે 0.11 ટકા છે. આ સાથે દૈનિક અને સાપ્તાહિક હકારાત્મકતા દર પણ 5 ટકાથી ઓછો છે.
છેલ્લા 24 કલાકમાં સાજા થયેલા દર્દીઓની સંખ્યા
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 6037 દર્દીઓ સ્વસ્થ થયા છે. સાજા થયેલા દર્દીઓની સંખ્યા નવા કોરોના દર્દીઓની સંખ્યા કરતા વધુ છે. હાલમાં દેશમાં સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા 4,43,70,878 છે. આ સિવાય રિકવરી રેટ પણ 98.71 ટકા છે.
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર હવે દેશમાં દૈનિક સકારાત્મકતા દર 4.92 ટકા છે, જ્યારે સાપ્તાહિક સકારાત્મકતા દર 4 ટકા છે. છેલ્લા 24 કલાકમાં 87038 દર્દીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 92.67 કરોડ દર્દીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.