3 લાખ મુસાફરો પરેશાન: ઉડ્ડયન મંત્રાલયે ઈન્ડિગોને તાત્કાલિક રિફંડ ચૂકવવાનો આદેશ આપ્યો
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
દેશની સૌથી મોટી એરલાઇન કંપની ઇન્ડિગોના ઓપરેશનમાં સતત પાંચમા દિવસે શનિવારે પણ સુધારો જોવા મળ્યો નથી. દેશના ઘણા એરપોર્ટ પરથી આજે પણ 400થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે.
આ દરમિયાન, નાગરિક ઉડ્ડયન મંત્રાલય (ખજ્ઞઈઅ) એ ઇન્ડિગોને વિલંબ કર્યા વિના તમામ પેસેન્જર રિફંડ ચૂકવવાનો નિર્દેશ આપ્યો છે. રિફંડ પ્રક્રિયા રવિવાર, 7 ડિસેમ્બરના રોજ રાત્રે 8 વાગ્યા સુધીમાં પૂર્ણ કરવી આવશ્યક છે. સરકારે આદેશ આપ્યો છે કે એરલાઇન્સ તે મુસાફરો પાસેથી કોઈપણ રિશેડ્યુલિંગ ફી વસૂલશે નહીં, જેમના ટ્રાવેલ પ્લાન ફ્લાઇટ રદ થવાથી પ્રભાવિત થયા છે. રિફંડમાં વિલંબ અને આ નિયમોના ઉલ્લંઘન પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે. દિલ્હી, મુંબઈ, બેંગલુરુ અને ચેન્નઈ એરપોર્ટ પર આખી રાત મુસાફરો પરેશાન દેખાયા. આ પહેલા ચાર દિવસમાં રદ થયેલી ફ્લાઇટ્સની સંખ્યા 2,000 થી વધુ થઈ ગઈ છે. છેલ્લા 4 દિવસથી દરરોજ સરેરાશ 500 ફ્લાઇટ્સ મોડી પડી રહી છે.
ઇન્ડિગોનું કહેવું છે કે ફ્લાઇટ ઓપરેશન સામાન્ય થવામાં 15 ડિસેમ્બર સુધીનો સમય લાગશે. જોકે, સિવિલ એવિએશન મિનિસ્ટર રામ મોહન નાયડુએ કહ્યું કે નવા ઋઉઝક નોર્મ્સ 1 નવેમ્બરથી લાગુ છે, પરંતુ અન્ય કોઈ એરલાઇનને મુશ્કેલી આવી નથી, જેનાથી સ્પષ્ટ છે કે ભૂલ ઇન્ડિગોની છે. એરલાઇનની બેદરકારીની તપાસ થશે અને કાર્યવાહી નિશ્ર્ચિત છે.
નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (ઉૠઈઅ) એ એરલાઈન્સ, ખાસ કરીને ઈન્ડિગોને 10 ફેબ્રુઆરી 2026 સુધી અસ્થાયી રાહત આપી છે. વીકલી રેસ્ટના બદલે કોઈ પણ રજા ન આપવાના નિર્ણયને પાછો ખેંચી લીધો.
ઉલ્લેખનીય છે કે, ઉૠઈઅ એ 1 નવેમ્બરથી પાયલટ અને અન્ય ક્રૂ મેમ્બર્સના કામ સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યા હતા. તેને ફ્લાઇટ ડ્યુટી ટાઇમ લિમિટેશન (ઋઉઝક) નામ આપવામાં આવ્યું છે. આને બે તબક્કામાં લાગુ કરવામાં આવ્યા. પ્રથમ તબક્કો 1 જુલાઈએ લાગુ થયો અને બીજો તબક્કો 1 નવેમ્બરથી લાગુ થયો હતો.
ઈન્ડિગો સંકટ વચ્ચે સરકારનો મોટો આદેશ
બેફામ ભાડાં વસૂલતી એરલાઈન્સ પર લેવાશે એક્શન
- Advertisement -
નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ઈન્ડિગોમાં ચાલી રહેલા ઓપરેશનલ સંકટને કારણે એરલાઈન્સ દ્વારા વસૂલવામાં આવી રહેલા અસામાન્ય રીતે ઊંચા હવાઈ ભાડાની ગંભીર નોંધ લીધી છે. મુસાફરોને તકવાદી ભાવવધારાથી બચાવવા માટે, મંત્રાલયે તેની નિયમનકારી શક્તિઓનો ઉપયોગ કરીને અસરગ્રસ્ત તમામ રૂટ પર હવાઈ ભાડાની મહત્તમ મર્યાદા (ફેર કેપ) નક્કી કરી દીધી છે. મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિયેશન (ખજ્ઞઈફ) દ્વારા આ નિર્દેશ જાહેર કરવામાં આવ્યો છે.
મંત્રાલય દ્વારા શનિવારે જારી કરાયેલા એક સત્તાવાર નિર્દેશમાં તમામ એરલાઈન્સને આ નિર્ધારિત ભાડા મર્યાદાનું કડકપણે પાલન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ ભાવ મર્યાદા ત્યાં સુધી લાગુ રહેશે જ્યાં સુધી ફ્લાઇટની સ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય ન થઈ જાય. સરકારનો આ નિર્ણય એ સુનિશ્ર્ચિત કરવા માટે છે કે મુશ્ર્કેલીમાં મુકાયેલા મુસાફરોનું કોઈપણ પ્રકારે શોષણ ન થાય. આ સમયગાળા દરમિયાન જે નાગરિકોને તાત્કાલિક મુસાફરી કરવાની જરૂર હોય જેમાં વરિષ્ઠ નાગરિકો, વિદ્યાર્થીઓ અને દર્દીઓનો સમાવેશ થાય છે તેમને આર્થિક મુશ્ર્કેલીનો સામનો ન કરવો પડે તે આ પગલાંનો મુખ્ય ઉદ્દેશ્ર્ય છે.
નાગરિક ઉડ્ડયન મંત્રાલયે સ્પષ્ટપણે ચેતવણી આપી છે કે તે રિયલ-ટાઇમ ડેટા, એરલાઈન્સ અને ઓનલાઈન ટ્રાવેલ પ્લેટફોર્મ સાથે સક્રિય સંકલન દ્વારા ભાડાના સ્તર પર સતત અને નજીકથી દેખરેખ રાખશે. નિર્ધારિત નિયમોમાંથી કોઈપણ પ્રકારનું વિચલન જનહિતમાં તાત્કાલિક સુધારાત્મક કાર્યવાહીને પાત્ર બનશે.



