ભારતમાં ગુજરાત સહિત બિહાર, પશ્ચિમ બંગાળ જેવા રાજયોમાં સ્થિતિ ચિંતાજનક : એનિમિયા – લોહીમાં ઘટના રોગથી કિશોરીઓ – ગર્ભવતી મહિલાઓ પીડિત
એનિમિયા (લોહીની કમી)નો સામનો કરી રહેલી દુનિયાની ચિંતા પર વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબલ્યુએચઓ)એ ફેકટ શીટ જાહેર કરી છે તેની ઝપટમાં દુનિયાનાં લગભગ 40 ટકા બાળકો 37 ટકા ગર્ભવતી અને 30 ટકા 15 થી 49 વર્ષની મહિલાઓ છે.
- Advertisement -
નિમ્ન અને મધ્યમ આવકવાળા દેશોમાં આ બિમારીનો પ્રકોપ વધુ છે. ખાસ કરીને ગ્રામીણ વસ્તી અને ગરીબ પરિવારોને આ બિમારી ઝપટમાં લઈ રહી છે. આ ગંભીર સમસ્યાને 2030 સતત વિકાસ એજન્ડામાં સામેલ કરીને દુનિયામાં 15-49 વર્ષિય વયની એનિમિયા પીડિત મહિલાઓને સ્વસ્થ કરવાની યોજના બનાવાઈ છે.
યુનિસેફ સાથે કરી રહ્યા છે કામ
શીટના અનુસાર એનિમિયાનાં વધતા પગલાને રોકવા માટે યુનિસેફ અને ડબલ્યુએચઓ માટે યુનિસેફ અને ડબલ્યુએચઓ સાથે મળીને પ્રયાસરત છે.વર્લ્ડ હેલ્થ એસેમ્બલી ગ્લોબલ ન્યુટ્રીશનના 6 લક્ષ્યોમાંથી એક આ પણ છે જેના પર કામ થઈ રહ્યું છે. 2021 માં જ ન્યુટ્રીશન ફોર ગ્રોથ સમિટ દરમ્યાન ડબલ્યુએચઓએ આ બિમારીની ઓળખ કરી છે અને તેના ઉપચાર માટે એક ફ્રેમ વર્ક તૈયાર કરવાની વાત કરી હતી. એકશન એલાયન્સની રચના કરી છે. એનિમિયાથી આફ્રિકા અને દક્ષિણ પૂર્વ એશિયા સૌથી વધુ અસરગ્રસ્ત છે.આફ્રિકાની 106 મિલીયન મહિલાઓ અને 103 મિલીયન બાળકો પિડીત છે.
દેશમાં સ્થિતિ ચિંતાજનક
ભારતમાં ત્રિપુરા, તેલંગાણા, પંજાબ, ઓરિસ્સા, મધ્યપ્રદેશ, ઝારખંડ, હરિયાણા, છતીસગઢ, આસામ, આંધ્રપ્રદેશ જેવા રાજયોમાં 50 ટકાથી વધુ ગર્ભવતી મહિલાઓ એનિમિયાથી પીડિત છે. સૌથી વધુ ગર્ભવતી મહિલાઓ બિહાર, ગુજરાત અને પશ્ચિમ બંગાળમાં પીડિત જોવા મળી.સ્વાસ્થ્ય મંત્રાલયે આ મહિને આ જાણકારી આપી હતી. બિહારમાં 63.1 ટકા,ગુજરાતમાં 62.6 ટકા અને પશ્ચિમ બંગાળમાં 62.3 ટકા ગર્ભવતી મહિલાઓ પીડિત મળી હતી.
- Advertisement -
આ છે રણનીતિ
રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણ (2019-21) ના અનુસાર દેશભરમાં ગર્ભવતી મહિલાઓ (15 થી 49 વર્ષ)માં અનિમિયાની બિમારી 52.2 ટકા છે. એનિમિયાના પ્રસારને ઘટાડવા માટે એનિમિયા મુકત ભારત રણનીતિ લાગુ છે તે એનિમિયાને રોકવાની રાષ્ટ્રીય નીતિ છે. જે અંતર્ગત આયર્ન અને ફોલિક એસિડના ડોઝ આપવામાં આવે છે.