રાજકોટમાં ટાટાની 10 લાખની કારથી લઈ એક કરોડ સુધીની મર્સિડીઝ વેંચાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુજરાત સહિત દેશમાં આજે દશેરા ઊજવાઈ રહ્યા છે. નવરાત્રિના નવ દિવસ ઉપરાંત દસમા એવા દશેરાના દિવસે કોઈપણ શુભ કાર્ય કરવા માટે શુભ દિવસો માનવામાં આવે છે. આજે વણજોયા મુહૂર્તમાં ખરીદીનું ઘોડાપૂર આવશે. આજે રાજ્યમાં ગુજરાતીઓ 900 કરોડનાં ટૂ-વ્હીલર અને 2100 કરોડનાં ફોર-વ્હીલરની ખરીદી કરશે, એવો અંદાજ ફેડરેશન ઓફ ઓટોમોઈલ ડીલર્સ એસોસિયેશન દ્વારા મુકાયો છે, જેમાં અમદાવાદીઓ જ 500 કરોડથી વધુનાં વાહનો ખરીદી લેશે.
અગાઉ વાહનવ્યવહાર માટે ઘોડાનો ઉપયોગ થતો હતો, જેથી દશેરાના દિવસે ઘોડાની પૂજા થતી હતી, પરંતુ આજના આધુનિક યુગમાં લોકો વાહનોની પૂજા કરે છે. ત્યારે દશેરાના દિવસે નવું વાહન ખરીદવું પણ શુભ મનાય છે, જેથી દર વર્ષે કરોડો રૂપિયાનાં વાહનો દશેરાના દિવસે ગુજરાતીઓ ખરીદે છે. આ વર્ષે પણ નવરાત્રિ અને દશેરાના દિવસે વાહનના વેચાણમાં વૃદ્ધિ થઈ છે, જેમાં ટૂ-વ્હીલરમાં 8થી10%, જ્યારે ફોર-વ્હીલરમાં 6થી 8% જેટલા વેચાણમાં વૃદ્ધિ થઈ છે. અમદાવાદીઓ આ વર્ષે 115 કરોડનાં ટૂ-વ્હીલર અને 400 કરોડની કાર ખરીદી લેશે. તો સુરતીઓ પણ ખરીદશે, રાજકોટિયન્સ પણ પાછા પડે એમ નથી અને ટાટાની 16.58 કરોડ, મર્સિડીઝની 9.90 કરોડ અને હ્યુન્ડાની 15 કરોડની કાર ખરીદશે. બરોડિયન્સ પણ 10 કરોડનાં ટૂ-વ્હીલર્સ અને 150 કરોડનાં ફોર-વ્હીલર્સ ખરીદશે.
- Advertisement -
2024માં સમગ્ર ગુજરાત રાજ્યમાં નવરાત્રિ દરમિયાન 95 હજારથી વધુ વાહનોની ડિલિવરી કરવામાં આવી છે, જેમાંથી 40% વાહનો ફક્ત દશેરાના દિવસે જ ડિલિવરી થશે. આ ઉપરાંત એમાંથી 60 હજાર જેટલાં ટૂ-વ્હીલર અને 22,000 જેટલાં ફોર-વ્હીકલનું વેચાણ નવરાત્રિના નવ દિવસ અને દશેરાના દિવસે એટલે કે દસ દિવસ દરમિયાન થાય છે. આ વર્ષે વાહનોના વેચાણમાં ઉછાળો આવ્યો છે. અનેક લોકો નવાં વાહનો ખરીદી રહ્યા છે. દર વર્ષે નવરાત્રિ અને દશેરાના તહેવાર નિમિત્તે સામાન્ય દિવસોની સરખામણીમાં વાહનોના વેચાણમાં 15 ટકા જેટલો વધારો થાય છે. આ વર્ષે પણ આરટીઓ અધિકારીના મતાનુસાર 2023ની સરખામણીએ આ વર્ષે નવાં વાહનોના રજિસ્ટ્રેશનમાં 20 ટકા જેટલો વધારો થયો છે, પરંતુ આ વર્ષે ઇલેક્ટ્રિક વ્હીકલના વેચાણમાં ઘટાડો આવ્યો છે. અમદાવાદ શહેર આરટીઓ કચેરી ખાતે 1 ઓક્ટોબરથી લઈને 10 ઓક્ટોબર સુધીમાં ફક્ત 76 ઈલેક્ટ્રિક વ્હીકલનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે, જેમાંથી સૌથી વધુ નવાં ટૂ-વ્હીલરનું વેચાણ થશે. આ વર્ષે નવરાત્રિ અને દશેરા પર નવાં 57 ઈલેક્ટ્રિક ટૂ-વ્હીલર, 12 ઊટ કાર અને 7 ઊટ થ્રી-વ્હીલરનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે.
રાજકોટ જિલ્લામાં સામાન્ય રીતે દર મહિને 5000 ટૂ-વ્હીલર વેચાણ થતું હોય છે, પરંતુ આ વર્ષે ઓક્ટોબર મહિનામાં નવરાત્રિ પર્વને લઇ એમાં ત્રણ ગણો વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે સામાન્ય રીતે દર મહિને એવરેજ 1200 જેટલી 1200 ફોર-વ્હીલરનું વેચાણ થતું હોય છે, જેમાં અઢી ગણો વધારો જોવા મળતાં લગભગ 3000 જેટલી ફોર વ્હીલર વેચાણ થવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. આન ગ્રુપ દ્વારા આવતીકાલે હોન્ડા કંપનીના અલગ અલગ 400 જેટલાં ટૂ-વ્હીલર વાહનોની ડિલિવરી આપવામાં આવશે, જયારે 50 જેટલી અલગ અલગ ફોર-વ્હીલર કારની ડિલિવરી આપવામાં આવશે.
રાજકોટવાસીઓ આજે ટાટા કંપનીની 16.58 કરોડથી વધુ કિંમતની 100થી વધુ કાર ખરીદ કરશે, જેમાં એક જ દિવસમાં સૌથી વધુ 42 પંચ કાર, ત્યાર બાદ 28 હેરિયર કાર, 17 નેક્સોન, 9 કર્વ કારની ખરીદ કરશે. જ્યારે ટાટા કંપનીની જ 12 ઇલેક્ટ્રિક કારની પણ રાજકોટમાંથી ખરીદ થવાની છે. નેક્સોન ગાડીની કિંમત 15 લાખ છે, ટિગોર અને ટિયાગોની કિંમત 10 લાખ છે. પંચની કિંમત 10 લાખ છે. કર્વની કિંમત 17 લાખ છે અને હેરિયરની કિંમત 25 લાખ છે. રાજકોટ શહેરમાં નવરાત્રિ દરમિયાન કુલ 9 મર્સિડીઝ કારનું વેચાણ થયું છે, જ્યારે દશેરાના દિવસે 2 કારનું વેચાણ થશે. મર્સિડીઝ કારની કિંમત 80 લાખથી શરૂ કરી 1.15 કરોડ સુધી છે, એટલે કે રાજકોટવાસીઓ નવરાત્રિ દરમિયાન 9.90 કરોડથી વધુ કિંમતની કુલ 11 મર્સિડીઝ કારની ખરીદ કરી હોવાનું સામે આવ્યું છે.
- Advertisement -
રાજકોટમાં આવેલી શિવ હ્યુન્ડાઇ શો રૂમમાંથી નવરાત્રિ દરમિયાન કુલ 85 ગાડીનું વેચાણ કર્યું છે, જ્યારે દશેરા દિવસે વધુ 35 કારની ડિલિવરી કરવામાં આવશે. હ્યુન્ડાઇ કંપનીમાં સૌથી વધુ 45% જઞટ કારનું વેચાણ થઇ રહ્યું છે, જેમાં વેન્યૂ અને ક્રેટા કારનો સમાવેશ થાય છે. આ વખતે 10 દિવસમાં 45 ક્રેટા, 39 વેન્યૂ અને 4 વર્ના ગાડી મળી 100 જેટલી ગાડીનું વેચાણ થયું હોવાનો અંદાજ છે, એટલે કે શિવ હ્યુન્ડાઈમાં લગભગ 15 કરોડથી વધુની કારનું વેચાણ કરવામાં આવ્યું છે.