ખાસ-ખબર ન્યૂઝ વેરાવળ,
ધો.12 કોમર્સના પરિણામમાં દર્શન ઉચ્ચતર માધ્યમિક શાળા વેરાવળનું અદભૂત રેકોર્ડબ્રેક પરીણામ આવેલ છે. સ્કુલના 4 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે. શાળાના સંચાલક ભૂપેન્દ્ર વિઠલાણીએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે વિઠલાણી એશા A 99.43 PR સાથે A1 ગ્રેડ સાથે વેરાવળ કેન્દ્રમાં મોખરાનું સ્થાન મેળવેલ છે. તેમને આંકડાશાસ્ત્રમાં 100માંથી 100 ગુણ તથા વાણિજ્ય પત્રવ્યવહારમાં 100માંથી 100 ગુણ મેળવેલ અને આ બંને વિષયમાં બોર્ડમાં પ્રથમ ક્રમાંક મેળવેલ છે.
- Advertisement -
જ્યારે ટાંક ધ્રુવએ પણ 99.43 PR સાથે A1 ગ્રેડ સાથે વેરાવળ કેન્દ્રમાં પ્રથમ ક્રમાંક મેળવેલ છે તથા પરમાર પ્રિયા એ 99.20 PR સાથે A1 ગ્રેડ સાથે દ્રિતિય નંબર અને વાઢેર ભૂમિકા A99.03 PRસાથે A1 ગ્રેડ સાથે તૃતિય નંબર મેળવેલ છે તથા તેમણે વાણિજ્ય વ્યવસ્થા માં 100 માંથી 100 ગુણ મેળવેલ છે તથા સામટા યશ્વીએ પણ આંકડાશાસ્ત્ર વિષયમાં 100માંથી 100 ગુણ મેળવી શાળાનું ગૌરવ વધારેલ છે.