જામનગર, વેરાવળ, રાજકોટ અને ખંભાળિયાના હત્યાના ગુનામાં પડી હતી સજા, 18 વર્ષથી લઈને 15 વર્ષ સુધી સજા કાપી હોવાથી સરકારનો મળ્યો લાભ
ખાસ-ખબર સંવાદદાતા
રાજ્યમાં વિવિધ ગુનાઓમાં આજીવન કેદની સજા ભોગવતા કેદીઓને ક્રિમીનલ પ્રોસીઝર કોડ 1973ની કલમ 433એની જોગવાઈઓને આધીન રહીને ક્રિમીનલ પ્રોસીઝર કોડ 1973ની કલમ 432 હેઠળ રાજ્ય સરકારને મળેલ સત્તાની રૂએ સજા માફીનો લાભ આપવામાં આવી રહ્યો છે જે અન્વયે રાજકોટ જેલમાં આજીવન કેદની સજા ભોગવતા રાજકોટ, જામનગર, ખંભાળિયા અને વેરાવળના ચાર કેદીઓને લાભ મળતા ગઈકાલે મુક્ત કરવામાં આવ્યા છે.
રાજકોટ જીલ્લા જેલ અધિક્ષક શિવમ વર્માની એક યાદીમાં જણાવાયું હતું કે રાજકોટ એડીશનલ સેસન્સ કોર્ટ દ્વારા નવઘણકામે આજીવન કેદની સજા ફરમાવતા તેણે 15 વર્ષ 7 માસ ગુગાભાઈ ઠાકોરને હત્યાના ગુનામાં આજીવન કેદની સજાનો હુકમ કરાયો હતો નવઘણભાઈએ 18 વર્ષ 4 માસ અને 30 દિવસની સજા ભોગવી છે જયારે જામનગર સેસન્સ કોર્ટએ દેવશીભાઈ લાલજીભાઈ મઘોડીયાને કલમ હત્યાના ગુનામાં કામે આજીવન કેદની સજા ફરમાવતા તેણે 15 વર્ષ અને 7 માસની સજા ભોગવી છે જયારે ખંભાળિયા સેસન્સ કોર્ટએ દુલાભાઈ હાદાભાઇ નાગેરાને હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ફરમાવતા તેણે પણ 15 વર્ષ 7 માસ 20 દિવસની સજા ભોગવી હતી તેમજ વેરાવળ સેસન્સ કોર્ટએ સરમણ પૂંજાભાઈ કોડીયાતરને હત્યાના ગુનામાં આજીવન કેદની સજાનો હુકમ કરતાં તેણે 15 વર્ષ 7 માસ 25 દિવસની સજા ભોગવી હતી.
આ તમામ કેદીઓની જેલવાસ દરમિયાન વર્તણૂક સારી હોવાથી સજા માફીનો લાભ મળવાપાત્ર હોય ચારેને ગઈકાલે જેલ મુક્ત કરવામાં આવ્યા હતા તેઓ સમાજના ફરી પુન: સ્થાપિત થઈ સારા નાગરિક તરીકે જીવન વિતાવે તેવી શુભેચ્છા જેલ સ્ટાફ દ્વારા આપવામાં આવી હતી.