જાહેરમાં પત્તા ટીચતા શખ્સો પાસેથી રોકડ 5530/- રૂપિયા પણ જપ્ત કરાયા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.19
સુરેન્દ્રનગર શહેરના કૃષ્ણનગર વિસ્તાર ખાતે કેટલાક શખ્સો જુગાર રમતા હોવા અંગેની બાતમીને આધારે એ ડિવિઝન પોલીસ દ્વારા દરોડો કરી બે મહિલા સહિત કુલ ચાર શખ્સોને જાહેરમાં ગંજી પાના વડે જુગાર રમતા ઝડપી લીધા હતા આ શખ્સોમાં અનવરભાઈ આદમભાઈ શેખ, સતુભા ચંદુભા રાણા, ચંદ્રિકાબેન ઉર્ફે રુકશાનાબેન સુરેશભાઈ નગવાડ તથા હસીનાબેન ઉર્ફે મુનિબેન નરેન્દ્રભાઈ પરમારને રોકડ 5530/- રૂપિયા સાથે ઝડપી લઇ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.