પ્રેમવતી, મધુભાઈ ગોરધનભાઈ ચેવડાવાળા સહિતનાઓને ચોખ્ખાઈ રાખવા નોટિસ અપાઈ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ઉપવાસ અને એકટાણાં રહેવાથી ભગવાન પ્રસન્ન થશે તેવી શ્રદ્ધા સાથે લોકો ઉપવાસ કરી તે દિવસે ફરાળ ગ્રહણ કરતા હોય છે. પરંતુ ધંધાર્થીઓ વધુ નફાની લ્હાયમાં વાસી ફરાળી આઈટમો વેચીને નફો કમાતા હોય છે. શ્રાવણ માસના સોમવાર ને અનુલક્ષીને રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફરાળી ખાદ્યચીજોનું વેચાણ કરતાં વિક્રેતાઓનું કાલાવડ રોડ, સાધુ વાસવાણી કુંજ રોડ, કુવાડવા રોડ તથા 80 ફૂટ રોડ વિસ્તારમાં સર્વેલન્સ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંગે કુલ 8 ધંધાર્થીઓની હાઇજેનિક કન્ડિશન તથા લાઇસન્સ બાબતે ચકાસણી હાથ ધરવામાં આવી હતી. (1)બાલાજી સિઝન (સાધુ વાસવાણી કુંજ રોડ) 4 કિ.ગ્રા. વાસી પેટીસનો નાશ, હાઇજેનિક કન્ડિશન જાળવવા તથા લાઇસન્સ બાબતે નોટિસ (2)બાલાજી ફરસાણ (સાધુ વાસવાણી કુંજ રોડ)- લાઇસન્સ બાબતે નોટિસ (3)મહારાજ ફરસાણ (સાધુ વાસવાણી કુંજ રોડ)- હાઇજેનિક કન્ડિશન જાળવવા બાબતે નોટિસ (4)ગોકુલ ડેરી ફાર્મ (80 ફૂટ રોડ)- લાઇસન્સ બાબતે નોટિસ (5)વિકાસ ડેરી (80 ફૂટ રોડ)- હાઇજેનિક કન્ડિશન જાળવવા બાબતે નોટિસ (6)ભારત ફરસાણ (80 ફૂટ રોડ) -હાઇજેનિક કન્ડિશન જાળવવા બાબતે નોટિસ (7)પ્રેમવતી (કાલાવડ રોડ) -યોગ્ય સ્ટોરેજ જાળવવા બાબતે નોટિસ (8)મધુભાઈ ગોરધનભાઈ ચેવડાવાળા (કુવાડવા રોડ)- યોગ્ય સ્ટોરેજ જાળવવા બાબતે નોટિસ આપવામાં આવી હતી. જ્યારે ફૂડ સેફ્ટી વાન દ્વારા 40 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી હાથ ધરાઈ હતી.
- Advertisement -
ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ ફરાળી આઈટમના 7 નમૂના લેવાયા
1. ફરાળી પેટીસ (લુઝ): સ્થળ -મહારાજ ફરસાણ, સાધુ વાસવાણી કુંજ રોડ
2. ફરાળી લોટ(લુઝ): સ્થળ -મધુભાઈ ગોરધનભાઈ ચેવડાવાળા, કુવાડવા રોડ
3. ફરાળી પેટીસ(લુઝ): સ્થળ -ભારત ફરસાણ, 80 ફૂટ રોડ
4. ફરાળી પેટીસ(લુઝ): સ્થળ -વિકાસ ડેરી, 80 ફૂટ રોડ
5. મેંગો બ્રાન્ડ રાજગ્રા આટા: -અરિહંત ક્ધસ્ટ્રકશન/બ્લીન્કીટ કોમર્સ પ્રા.લી., દુકાન નં.13-24, યુનિવર્સલ રેડ સેન્ટર, લાખાજીરાજ રોડ
6. બટર (લુઝ): સ્થળ -સિધ્ધેશ્વર ઢોસા, નાનામવા સર્કલ પાસે, નાના મવા રોડ
7. ચીઝ (લુઝ): સ્થળ -શાંતિ કોર્પોરેશન (સિદ્ધેશ્વર ઢોસા ટાઉન), તુલસી પાર્ક, નાનામવા રોડ