સીમા નામની મહિલા ફોન ઉપર ગાંધીનગર ઑફિસમાંથી વાત કરૂં છું તેવું કહેતી હતી
અન્ય 3 આરોપીના સાત દિવસના રિમાન્ડ મંજુર
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ લોકરક્ષક દળમાં બોગસ નિમણુંકપત્ર કાંડમાં પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતા ગઈકાલે પોલીસે ત્રણેય આરોપીઓનાં 7 દિવસના રિમાન્ડ મંજૂર કરાવ્યા હતા. જયારે આજ કેસમાં સંડોવાયેલી અન્ય મહિલા સહિત કુલ 4 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આરોપીઓ દ્વારા રૂપિયા 4થી 5 લાખ રૂપિયા મેળવી વચેટિયાને 50,000 આપી બાકીની રકમ પોતાની પાસે રાખી 29 જેટલા યુવાનોને ખોટા નિમણુંકપત્ર આપ્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
LRD ભરતીમાં નાપાસ થયેલા 29 ઉમેદવારો પાસેથી રૂપિયા ચારથી પાંચ લાખ મેળવી પ્રથમ 19 તારીખના રોજ રાજકોટ ખાતે ટ્રાયલ માટે એક ઉમેદવારને તાલીમ માટે મોકલ્યાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. જો કે અહીંયા જ ખોટા નિમણુંક પત્રનો ભાંડો ફૂટી જતા રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદ નોંધી ઉમેદવાર તેમજ બોગસ લેટર બનાવનાર તેના માસા અને તેના ભાઈની ધરપકડ કરી કર્યવાહી હાથ ધરી હતી. જે બાદ પ્રદીપ ભરતભાઈ મકવાણા, ભાવેશભાઈ ગોબરભાઇ ચાવડા અને તેના ભાઇ બાલાભાઈ ગોબરભાઇ ચાવડાને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીઓના સાત દિવસના રિમાન્ડ મંજુર કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવેલ તપાસમાં સુરેન્દ્રનગર જિલ્લાના બે શખ્સો મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવતા તેમને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે જયારે સીમા નામની મહિલા ફોન કરી ગાંધીનગર કછઉ ઓફિસમાંથી બોલતા હોવાનું કહેતા સીમા સહિત કુલ 4 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.