નેપાળમાં આજે સવારે ભૂકંપના જોરદાર આંચકાથી ધરતી ધ્રૂજી ઉઠી હતી. રાજધાની કાઠમાંડૂમાં ભૂકંપની અસર વધુ જોવા મળી રહી છે. ભૂકંપના કારણે રાજધાની કાઠમાંડૂમાં ઈમારતો ધ્રૂજવા લાગી. ભૂકંપની જાણ થતાં જ લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા, ચારેબાજુ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.3 માપવામાં આવી
અત્યાર સુધી કોઈ જાનહાની કે જાનહાનિના અહેવાલ નથી. માહિતી અનુસાર, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.3 માપવામાં આવી છે, જે મધ્યમ શ્રેણીના છે. નેપાળ ભૂકંપની અસર ભારતના ઘણા ભાગોમાં પણ જોવા મળી હતી. ખાસ કરીને નેપાળને અડીને આવેલા ઉત્તર પ્રદેશ અને બિહારના ઘણા વિસ્તારોમાં હળવા આંચકા અનુભવાયા હતા.
- Advertisement -
Earthquake of magnitude 4.3 occurred today 161 km WNW of Kathmandu, Nepal: National Center for Seismology pic.twitter.com/gDMoYbs7zq
— ANI (@ANI) June 23, 2022
- Advertisement -
ગઈકાલે અફઘાનિસ્તાનમાં પણ ભૂકંપ અનુભવાયો
ઉલ્લેખનીય છે કે, ભારતના પાડોશી દેશ અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં ગઈકાલે સવારે ભૂકંપ આવ્યો હતો. મળેલી જાણકારી અનુસાર આ ઝટકો 6.1ની તીવ્રતાનો હતો. હાલમાં ભૂકંપના કારણે થયેલા નુકસાનની વિગતો સામે આવી નથી. યુએસ જિયોલિજકલ સર્વેના જણાવ્યા અનુસાર ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના દક્ષિણપૂર્વમાં હતો. આપને જણાવી દઈએ કે, અત્યાર સુધીમાં આ ભૂકંપના કારણે લગભગ 2500 લોકોના મોત થઈ ગયા છે. ઉપરાંત અન્ય કેટલાય લોકો ઘાયલ થયા હોવાના પણ સમાચાર આવી રહ્યા છે.