જૂનાગઢ મનપા કમિશનર દ્વારા ટ્રાફિક અડચણ કરતા સામે તવાઇ
સીલ કરાયેલ દુકાનોને રકમ ભરવા નોટિસ અપાઇ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.12
જૂનાગઢ મનપાના કમિશનર ડો.ઓમ પ્રકાશ દ્વારા વિવિધ વિસ્તારમાં કયારેક દિવસે અને રાત્રીના સરપ્રાઇઝ વિઝીટ કરવામાં આવી છે. આગાખાન હોસ્ટેલ પાસે રાણાવાવ ચોક, કાળવા ચોક સરદાર ચોક સહિતના વિસ્તારોમાં ટ્રાફીકને અડચણરૂપ થાય એ રીતે ધંધો કરતા પાંચ વેપારીની દુકાનો સીલ કરી દીધી હતી. જયારે શહેરના મધુરમ વિસ્તારમાં રોડ પર ટ્રાફીકને અડચણ થાય તે રીતે એપલવુડ પ્રાઇમ ટાઉનશીપ દ્વારા રેતી, પથ્થર સહિતનું બિલ્ડીંગ મટીરીયલ રાખ્યુ હતુ. દબાણ, રેવન્યુ ટેકસ શાખા દ્વારા એપલવુડ પ્રાઇમ ટાઉનશીપનાઅશોક ડેવલોપર્સ અને દિવ્યા ઇનફીનિટીને 4,04,4410નો દંડ ભરવા નોટિસ ાપી હતી. આમ રોડ ઓર નડતરરૂપ ધંધો કરતા અને બાંધકામ મટીરીયલ રાખતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. જય બેકરી સરદાર ચોક-10 હજાર, શકિત રજવાડી કાળવાચોક 50,976, જલારામ ફરસાણ રાણાવાવ ચોક 122343, જે ઠાકર ચા આગાખાન હોસ્ટેલ પાસે 132538, જય ઠાકરધણી ચા એન્ડ કોલ્ડ્રીકસ આગાખાન હોસ્ટેલ પાસે 132538ની દુકાનો સિલ કરી નોટિસ અપાઇ હતી.