બિહારમાં ઝેરી દારૂના કારણે મૃતકોની સંખ્યા વધીને 39 થઈ જતા ભાજપે રાજીનામું માંગતા આ મુદ્દે નીતિશકુમારે કહ્યું કે, જે પીશે એ તો મરશે જ.
બિહારમાં દારૂબંધી લાગુ છે પરંતુ ઝેરી દેશી દારૂના કારણે થયેલા મોતને લઈને સરકાર હાલ સવાલોના વર્તુળમાં ઘેરાઇ ગઇ છે. બિહાર વિધાનસભાના શિયાળુ સત્રમાં પણ ભાજપ સતત નીતિશ કુમાર (CM નીતીશ કુમાર) ને ઘેરી રહી છે અને આ અંગે ભાજપ જવાબ માંગી રહ્યું છે. ભાજપ સતત નીતિશ કુમારના રાજીનામાની માંગ કરી રહ્યું છે. દરમ્યાન સીએમ નીતિશ કુમારે આ અંગે મોટું નિવેદન આપતા જણાવ્યું કે, ‘દેશભરમાં ઝેરી દારૂના કારણે લોકોના મોત થાય છે. બિહારમાં દારૂબંધી સફળ છે.’
- Advertisement -
Chapra hooch tragedy | Even when there was no liquor ban here, people died due to spurious liquor -even in other states. People should be alert. As there is a liquor ban here, something spurious will be sold due to which people die. Liquor is bad & shouldn't be consumed: Bihar CM pic.twitter.com/0bYUzfBsPx
— ANI (@ANI) December 15, 2022
- Advertisement -
ગમે તેટલા સારા કામ કરો તો પણ કોઈ ને કોઈ તો ખોટું કરશે જ: નીતિશકુમાર
બિહારમાં દારૂબંધી અંગે ઉઠાવવામાં આવેલા સવાલ પર નીતિશ કુમારે કહ્યું કે તમામ પક્ષોના લોકોએ સાથે મળીને આ નિર્ણય લીધો છે. એક બાદ એક લોકોએ શપથ લીધા હતા. સમાજમાં તમે ગમે તેટલા સારા કામ કરો તો પણ કોઈ ને કોઈ તો ખોટું કરશે જ. ગુનાખોરી રોકવા માટે કાયદા બન્યા છે, પરંતુ તેમ છતાં હત્યાઓ થાય છે. ભાજપ રાજીનામાની માંગ કરી રહી છે. એમ કહીને કે આ કાયદાથી કોઈ ફાયદો નથી. તેની પર નીતીશ કુમારે કહ્યું કે દારૂબંધીના કાયદાથી અનેક લોકોને ફાયદો છે.
નીતિશ કુમારે કહ્યું કે, “જ્યારે બિહારમાં દારૂબંધી ન હોતી ત્યારે પણ લોકો નકલી દારૂ પીને મૃત્યુ પામતા હતા. અન્ય રાજ્યોમાં પણ આવી ઘટનાઓ બને છે. લોકોએ સતર્ક રહેવું જોઈએ. બિહારમાં દારૂ પર પ્રતિબંધ હોવાથી કોઈને કોઈ નકલી વેચાશે, લોકો તે પીને મૃત્યુ પામ્યા છે. નીતિશ કુમારે કહ્યું કે દારૂ એ ખરાબ આદત છે. તેને ના પીવો જોઇએ.’
The liquor ban has benefitted several people. A large number of people have given up alcohol…This is good. Several people have happily accepted this. But there are some troublemakers. I have told officers to identify the actual troublemakers and nab them: Bihar CM Nitish Kumar pic.twitter.com/Z8SMrUJtMQ
— ANI (@ANI) December 15, 2022
ગરીબોને ન પકડો, આ ધંધો કરનારાઓને પકડો: નીતિશકુમાર
બિહારના CM નીતિશ કુમારે કહ્યું કે, મે અધિકારીઓને કહ્યું છે કે ગરીબોને ન પકડો, આ ધંધો કરનારાઓને પકડો.” દારૂબંધીના કાયદાથી ઘણા લોકોને ફાયદો છે, ઘણા લોકોએ દારૂ છોડી દીધો છે. નીતીશે અપીલ કરી હતી કે કોઈએ દારૂ સાથે જોડાયેલો ધંધો ન કરવો જોઈએ અને કોઈ બિઝનેસ કરે, જરૂરિયાત પડી તો સરકાર અન્ય ધંધા માટે 1 લાખ રૂપિયા સુધી આપવા તૈયાર છે.
તમને જણાવી દઇએ કે, બિહારના સારણમાં ઇસુઆપુર અને મશરક સ્ટેશન ક્ષેત્રમાં કથિત રીતે ઝેરી દારૂ પીવાના કારણે 39 લોકોના મોત થયા છે. મૃતકોના પરિવારજનોના જણાવ્યાં અનુસાર, મોત દારૂ પીવાથી થયા છે. જોકે આ મુદ્દા પર પ્રશાસન ચુપ છે. એવું કહેવાઇ રહ્યું છે કે, હાલમાં અનેક લોકો હોસ્પિટલમાં ભરતી છે.