અમદાવાદમાં 1010 અને સુરતમાં 424 કેસ નોંધાયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.30
ગુજરાતમાં છેલ્લે ઘણાં સમયથી ગરમીનું પ્રમાણ વધ્યું છે. આ સિઝનમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ 45 ડિગ્રી કરતાં વધારે તાપમાન નોંધાયું છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર અને બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં પણ તાપમાન 43થી 44 ડિગ્રી જોવા મળી હતી. રાજ્યમાં તાપમાન વધવાના કારણે સ્ટોક અને હાર્ટ એટેક જેવા કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં 17થી 27 મે સુધીમાં 3891 જેટલા સ્ટોકમાં કેસ નોંધાયા હતા.
- Advertisement -
રાજ્યમાં સ્ટોકનો 17 એપ્રિલથી 27 મે સુધીમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા હતા. અમદાવાદ શહેરમાં 1,010 જેટલા બાદ સુરતમાં 424, ભાવનગરમાં 140, છોટાઉદેપુરમાં 216, જુનાગઢમાં 117, નવસારીમાં 1137, રાજકોટમાં 121, તાપીમાં 134, વડોદરામાં 244 અને વલસાડમાં 141 કેસ નોંધાયા હતા. જેમાં હીટ સ્ટ્રોકમાં સૌથી ઓછા કેસ બોટાદમાં 14, મોરબીમાં 32 અને સાબરકાંઠા 45 જેટલા નોંધાયા હતા. રાજ્યમાં 108 સેવા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે 19 મે બાદ હીટ સ્ટ્રોકના કેસમાં વધારો થયો હોય તેવું જોવા મળી રહ્યું છે. 19 મેથી 28 મે દરમિયાન સૌથી વધુ કેસ 23 મેના દિવસે હીટ સ્ટ્રોકના 224 કેસ અને 24 મેના દિવસે 230 કેસ નોંધાયા હતા. રાજ્યમાં 19 મે બાદ પ્રતિ દિવસ હિટ સ્ટ્રોકના 100 કરતા વધુ કેસ નોંધાયા હતા. 28 મે બાદ હીટ સ્ટ્રોકના કેસમાં ઘટાડો થતો જોવા મળ્યો હતો.
જિલ્લા પ્રમાણે કેસની વિગત
અમદાવાદમાં 1010 કેસ
અમરેલીંમાં 53 કેસ
આણંદમાં 56 કેસ
અરવલ્લીમાં 52 કેસ
બનાસકાંઠામાં 50 કેસ
ભરૂચમાં 50 કેસ
ભાવનગરમાં 140 કેસ
બોટાદમાં 14 કેસ
છોટાઉદેપુરમાં 216 કેસ
દાહોદમાં 88 કેસ
દ્વારકામાં 40 કેસ
ગાંધીનગરમાં 79 કેસ
ગીર સોમનાથમાં 25 કેસ
જૂનાગઢમાં 117 કેસ
જામનગરમાં 60 કેસ
કચ્છમાં 75 કેસ
ખેડામાં 66 કેસ
મહેસાણામાં 52 કેસ
મહીસાગરમાં 71 કેસ
મોરબીમાં 32 કેસ
નર્મદામાં 62 કેસ
નવસારીમાં 137 કેસ
પંચમહાલમાં 57 કેસ
પાટણમાં 40 કેસ
પોરબંદરમાં 36 કેસ
રાજકોટમાં 121 કેસ
સાબરકાંઠામાં 45 કેસ
સુરતમાં 424 કેસ
સુરેન્દ્રનગરમાં 37 કેસ
તાપીમાં 134 કેસ
ડાંગમાં 67 કેસ
વડોદરામાં 244 કેસ
વલસાડમાં 141 કેસ
- Advertisement -