ભારતમાં લગ્નનો બિઝનેસ ચોથા નંબરનો સૌથી મોટો બિઝનેસ
ભારતમાં લગ્નો પાછળ વર્ષે દહાડે 130 મિલિયન ડોલરનો ખર્ચ થાય છે
- Advertisement -
ભવ્ય લગ્નોનો કોન્સેપ્ટ પંજાબમાંથી આવ્યો છે અને ત્યારબાદ બોલીવૂડની ફિલ્મોમાં થતા લગ્નોની નકલ લોકો કરવા લાગ્યા
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.20
મેરેજના દરેક દિવસે લાખોનો ખર્ચ કરાતો હોય છે. 4 દિવસના લગ્નો..મેરેજ સિઝનની ખાસિયત એ છે કે બિઝનેસ સાથે સંકળાયેલા નાના મોટા દરેક ક્ષેત્રને મેરેજ સિઝન તગડી કમાણી કરાવે છે. જેમકે સોના ચાંદીના વેપાર થી માંડીને ફૂલોનો વ્યવસાય કરતા સુધીના લોકો મેરેજ સિઝનની રાહ જોતા હોય છે. તુલસી વિવાહ સંપન્ન થયા બાદ હવે મેરેજ સિઝનના દ્વાર ખુલી ગયા છે. દેવ ઉઠી અગિયારસ પછી શુભ દિવસોના પ્રારંભ થઇ જાય છે. હવેના મેરેજ પ્રી પ્લાન કરવા પડે છે. લોકો મેરેજ માટેના હોલ પણ છ મહિના પહેલાં બુક કરાવી દેતા હોય છે. મેરેજનું તમામ પ્લાનીંગ દેવ ઉઠી અગિયારસ પહેલાં થઇ જતું હોય છે.
મેરેજ સિઝનમાં 38 લાખ લગ્નો થવા જઇ રહ્યા છે. 23 નવેમ્બરથી શરૂ થઇ રહેલી મેરેજ સિઝન 15 ડિસેમ્બરે કમૂરતા બેસશેે ત્યાં સુધી ચાલશે અને ત્યારબાદ સિઝનનો પાર્ટ ટુ 14 જાન્યુઆરી પછી જોવા મળશે. વતર્માન મેરેજ સિઝનમાં જ્યારે 38 લાખ લગ્નો થશે ત્યારે એક અંદાજ પ્રમાણે 6 લાખ કરોડ રૂપિયા બજારમાં વિવિધ ક્ષેત્રોમાં ઠલવાશે. બિઝનેસની નજરે જોવા જઇએ તો જ્યારે બજારોમાં 6 લાખ કરોડ રૂપિયા ઠલવાતા હોય ત્યારે તે તેજીના કરંટ સમાન બની રહેશે. 38 લાખ લગ્નો એટલે 76 લાખ ઘરોમાં માંડવા બંધાશે અને ઢોલક ઢબુકવાના છે. આ 76 લાખ ઘરોમાં વસતા કુટુંબો યથા શક્તિ સોનું-ચાંદી વગેરે ખરીદવાના છે, ઘરેણાં ખરીદવાના છે. પોતાની નજીકના લોકોને જમવાનું આમંત્રણ આપવાના છે. બંને કુટુંબો એટલેકે વર ક્ધયાનું કુટુંબ પોતાના અલગ કાર્યક્રમો રાખતા હોય છે. હાઇનેટ વર્થ ધરાવતા લોકોને ત્યાં બોલીવુડ સ્ટાઇલના લગ્નો જોવા મળે છે. ઉચ્ચ મધ્યમ વર્ગના લોકોમાં પણ મેરેજમાં છૂટા હાથે પૈસો વાપરવામાં આવે છે. દર કલાકનું આયોજન કરનારા સલાહકારોને પૈસાદારો રોકે છે જ્યારે મધ્યમવર્ગમાં આવા સલાહકારો કુટુંબના વડવાઓ હોય છે. પૈસાદાર વર્ગમાં લગ્નો દરમ્યાન પૈસો ક્યાં વાપરવો તે પ્રશ્ન હોય છે જ્યારે મધ્યમ વર્ગ અને તેનાથી નીચા વર્ગમાં પૈસો ક્યા કાર્યક્રમમાં ખર્ચ ઓછો કરવો તેની ચર્ચા થાય છે.
ભવ્ય લગ્નોનો કોન્સેપ્ટ પંજાબમાંથી આવ્યો છે અને ત્યારબાદ બાલીવૂડની ફિલ્મોમાં થતા લગ્નોની નકલ લોકો કરવા લાગ્યા હતા. સિક્કાની બીજી બાજુ પર નજર કરીયેતો લગ્નોમાં સૌથી વધુ દેખાદેખીનો શિકાર મધ્યમ વર્ગ બનતો હોય છે. લાખો લગ્નોમાં મધ્યમ વર્ગને કેટલાય લોકો દેવું કરી બેસતા હોય છે. અનેક લોકો તેમના સંતાનોના લગ્ન માટે ક્રેડીટ સોસાયટીમાંથી લોન લઇને હપ્તા ભરશે.
મધ્યમ વર્ગને ખબર હોય છેે કે પૈસો ક્યાંથી આવે છે અને ક્યાં જવાનો છે પરંતુ સમાજમાં પ્રતિષ્ઠા ખાતર પણ તે કેટલાક નહીં ગમતા કે નહીં પોષાતા ખર્ચા કરવા તૈયાર થઇ જાય છે.
ભારતમાં લગ્નોની મોસમમાં દેખીતો ફેરફાર જોવા મળી રહ્યો છે. લગ્નો ભવ્ય અને ફાઇવ સ્ટાર જેવી સવલતો યુક્ત બની રહ્યા છે. કરોડોની હેરાફેરી કરતો લગ્નનો બિઝનેસ ચોથા નંબરનો સૌથી મોટો બિઝનેસ છે. લગ્નોના પ્લાનીંગ એવી ભવ્ય રીતે આયોજન કરવામાં આવે છે કે જોનારા આફ્રીન પોકારી જાય છે. જે રીતે લગ્નોમાં ભવ્યતા વધી રહી છે તે જેતાં એમ કહી શકાય કે લોકો શિક્ષણ કરતાં વધુ મહત્વ લગ્નોમાં થતા ખર્ચાને આપતા થયા છે. લગ્નો પાછળ વર્ષે દહાડે 130 મિલીયન ડોલરનો ખર્ચ થાય છે.
- Advertisement -
દિલ્હીમાં 4.5 લાખ લગ્નોથી પ્રદૂષણ વધશે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.20
દિલ્હીનું પ્રદૂષણ ગમે તેટલું ખતરનાક હોય પરંતુ દેવઉઠી અગિયારસે ત્યાં એકજ દિવસમાં 20,000 લગ્નો થયા હતા. કહે છે કે છેલ્લા બે દિવસમાં દિલ્હીમાં 50,000 લગ્નો થયા છે. એક અંદાજ પ્રમાણે વર્તમાન મેરેજ સિઝનમાં દિલ્હીમાં સાડાચાર લાખ લગ્નો થવા જઇ રહ્યા છે.લગ્નોની મોસમનો પહેલો તબક્કો 16 ડિસેમ્બર સુધી જોવા મળશે. હજારોની સંખ્યામાં લગ્નો હોવાથી દિલ્હીની ટ્રાફીક વ્યવસ્થા સાવજ ખોરંભે પડી જવાની છે. દિલ્હી પોલીસે વરઘોડાના સમયે ટ્રાફીક મેનેજ કરવા 200 ટ્રાફિક પોલીસો ગોઠવ્યા છે. લગ્નોમાં વરઘોડાના કારણે એર પોલ્યુશન પણ વધશે. આમતો ફટાકડા પર પ્રતિબંધ છે પરંતુ કોઇ પ્રતિબંધને ગાંઠતું નથી. ફટાકડા ફૂટશે એટલે દિલ્હીના પ્રદૂષણનું દૂષણ વધુ ઘેરું બનવાનું છે.