રાજયસભામાં સાંસદ પરિમલ નથવાણીને જવાબ : 8779 એકમો બંધ થયા
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
- Advertisement -
છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં 37,56,390 સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોની (MSME) નવી નોંધણી થઈ છે. ગત પાંચ વર્ષ દરમિયાન, રાજ્યમાં 8,779 MSME બંધ થયા છે.
રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ કરેલા પ્રશ્ર્નોના જવાબમાં રાજ્યકક્ષાના કેન્દ્રીય ખજખઊ મંત્રી સુશ્રી શોભા કરંદલાજેએ 21 જુલાઈ, 2025ના રોજ આ માહિતી આપી હતી. મંત્રીનાં નિવેદન અનુસાર, વૈશ્વિક પડકારોને ધ્યાનમાં રાખીને ખજખઊ ક્ષેત્રને સુદૃઢ બનાવવા અને ટેકો આપવા ભારત સરકારે વિવિધ પગલાં લીધાં છે. આત્મનિર્ભર ભારત ફંડ દ્વારા રૂ. 50,000 કરોડનો મૂડી ઉમેરો કરાયો છે.MSMEની સ્થિતિમાં સુધારો થાય તો બિન-કરવેરા લાભો 3 વર્ષ માટે લંબાવાયા છે. રૂ. 200 કરોડ સુધીની ખરીદી માટે કોઈ વૈશ્વિક ટેન્ડરની જરૂર નથી. પ્રાધાન્યતા ક્ષેત્ર ધિરાણ હેઠળના લાભો પ્રાપ્ત કરવા અનૌપચારિક સૂક્ષ્મ સાહસોને ઔપચારિક દાયરામાં લાવવા ઉદ્યમ સહાય પ્લેટફોર્મ (ઞઅઙ)નું લોન્ચિંગ કરાયું હતું.
મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ખજખઊ મંત્રાલયની સૂક્ષ્મ અને લઘુ સાહસો (MSME) માટેની ક્રેડિટ ગેરંટી યોજના હેઠળ, જે સભ્ય ધિરાણ સંસ્થાઓ MSME ને શાખ પૂરી પાડે છે તેઓને કોઈપણ જામીનગીરી અથવા ત્રાહિત-પક્ષની ગેરન્ટી વિના માટે ગેરન્ટી પૂરી પાડવામાં આવે છે. શાખના ઘટાડેલા ખર્ચે રૂ.2 લાખ કરોડનું વધારાનું ધિરાણ મેળવી શકાય તે માટે કેન્દ્રીય બજેટ 2023-24માં જાહેર કરાયા મુજબ, ખજઊત માટે ક્રેડિટ ગેરંટી ફંડ ટ્રસ્ટના ભંડોળમાં રૂ. 9,000 કરોડનું વધારાનું ભંડોળ ઉમેરવામાં આવ્યું હતું.
MSME ક્ષેત્રને સુદૃઢ બનાવવા, ભારત સરકારે 2024ના બજેટમાં ઉત્પાદન ક્ષેત્રના ખજખઊ માટે મ્યુચ્યુઅલ ક્રેડિટ ગેરંટી સ્કીમ (ઈૠજ) તેમજ સ્પેશિયલ મેન્શન એકાઉન્ટમાં (જખઅ) MSME માટે ક્રેડિટ ગેરંટી સ્કીમની જાહેરાત કરી હતી.
વધુમાં, સરકારે બજેટ ઘોષણા 2025 દ્વારા ખજખઊની વ્યાખ્યામાં સુધારો કરીને ઈૠજ હેઠળનું ગેરંટી કવરેજ રૂ. 5 કરોડથી વધારીને રૂ. 10 કરોડ રૂપિયા કર્યું હતું.
નથવાણી જાણવા માગતા હતા કે, ભારતમાં ખજખઊ પર વૈશ્વિક આર્થિક મંદીની કેટલી અસર થઈ છે અને આ મુશ્કેલ સમયમાં આ ક્ષેત્રને ટેકો આપવા માટે સરકારે કયાં પગલાં લીધા છે.