સૌરાષ્ટ્ર યુનિ.ના મનોવિજ્ઞાન ભવનના અધ્યાપક ડો.ધારા દોશીનો સોશિયલ મીડિયા પર સરવે
વ્યક્તિએ મૂકેલાં સ્ટેટ્સ કે સ્ટોરી ઉપરથી તેનું વ્યક્તિત્વ નક્કી ન કરવું જોઇએ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
લોકોને અન્ય લોકો વિશે વાતો કે ગપશપ કરવી ગમતી હોય છે પણ જ્યાં સુધી એ વાતો કે ગપશપ કોઈને નુકશાન ન કરે ત્યાં સુધી ઘણી વખત વ્યાજબી ગણીએ પણ સતત નિષેધક ટીપ્પણીઓ વ્યક્તિના માનસને નુકશાન કરી શકે છે.
આજના સમયમાં વ્યક્તિના જીવનમાં શું ચાલે છે એ નક્કી કરવાનું કોઈ મોટું માધ્યમ બની ગયું હોય તો એ છે સોશિયલ મીડિયામાં મૂકાતા સ્ટેટ્સ કે સ્ટોરીઓ. વ્યક્તિ કંઈપણ માહિતી મુકે તેના આધારે તેનું મૂલ્યાંકન કરનારા લોકોમાં શિક્ષિત લોકો પણ બાકાત નથી. એ વિશે મનોવિજ્ઞાન ભવનના અધ્યાપક ડો. ધારા આર. દોશીએ ગુગલફોર્મના માધ્યમથી અને વિદ્યાર્થીઓની મદદ દ્વારા 875 લોકો પર સર્વે કાર્યો જેમાં મોટા ભાગના લોકોનું માનવું છે કે ઘણા લોકો આવા માધ્યમ દ્વારા કોઈના અંગત જીવનમાં ડોકિયા કરતા હોય એવું અનુભવાય છે.
શું કહે છે લોકો ?
- Advertisement -
– 36% લોકો માને છે કે સ્ટોરી કે સ્ટેટ્સ લોકોની માનસિકતા છતી કરે છે
– 87.6% લોકોનું માનવું છે કે, પ્રેમ, દુ:ખ, મોટીવેશનલ સ્ટોરી કે સ્ટેટ્સ મુકીએ તો લોકોએ પ્રમાણે મૂલ્યાંકન કરે છે
– 66.7% લોકોએ સ્વીકાર્યું કે, પોતાના લખાણ કે ગમતી બાબતોની નકલ કરીને લોકો તેમાં પણ કોઈ પ્રશ્નો ઉભા કરે છે
– 81% લોકો માને છે કે સ્ટોરી કે સ્ટેટ્સના માધ્યમ દ્વારા કોઈ વ્યક્તિને કઈ કહેવું કે સમજાવવું હોય તો તે કરી શકાય છે
– 71.9% લોકોને સ્ટેટ્સ કે સ્ટોરીના માધ્યમથી કોઈ તેમના અંગત જીવનમાં ડોકિયા કરતુ હોય એવું અનુભવાય છે
– 27% લોકો માને છે કે જીવનમાં જે ચાલતું હોય એ પ્રમાણે સ્ટોરી કે સ્ટેટ્સ મુકે છે.