રાજ્યની 35 ફાર્મા કંપનીમાંથી જાન્યુઆરી 2022થી ફેબ્રુઆરી 2023 વચ્ચે 42 દવાના નમૂના લેવામાં આવ્યા હતા જે તમામ 42 નમૂનાના રિપોર્ટ ફેલ આવ્યા છે.
રાજ્યમાં દવા બનાવતી કંપનીઓને લઈને મોટો ખુલાસો સામે આવ્યો છે. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઈઝેશનના રિપોર્ટમાં ચૌકાવનારો ખુલાસો થતા દવા કંપનીઓમાં હંડકંપ મચ્યો છે. વાત જાણે એમ છે કે, રાજ્યની 35 ફાર્મા કંપનીના 42 દવાનો નમૂના ફેલ થયા છે.
- Advertisement -
42 નમૂનાના રિપોર્ટ ફેલ થયા
વિગતો મુજબ 35 ફાર્મા કંપનીમાંથી જાન્યુઆરી 2022થી ફેબ્રુઆરી 2023 વચ્ચે 42 દવાના નમૂના લેવામાં આવ્યા હતા જે તમામ 42 નમૂનાના રિપોર્ટ ફેલ થયા છે. CDSCOએ દેશભરમાંથી 680 દવાના નમૂના લીધા હતા જેમાં એન્ટિબાયોટિક, વિટામિન સહિતની દવાઓના નમૂના લીધા હતા.
CDSCOનો રિપોર્ટ
ચિંતાજનક બાબત છે કે, CDSCOના રિપોર્ટમાં રાજ્યની 35 કંપનીના દવાના નમુના નિષ્ફળ સાબિત થયા છે. જે વિગતો બાદ દવા કંપનીઓમાં હંડકંપ સર્જાઈ છે. તમને જણાવી દઈએ કે વર્તમાનમાં નશીલી દવાનો પણ ઉપયોગ વધતો હોય તવું પણ જણાઈ રહ્યું છે જે બાબતે પણ કેન્દ્રીય નાર્કોટિક્સ વિભાગે દરોડા પાડી દવા જપ્ત કરી રહ્યું છે.
નશામાં વપરાતી દવાઓ ઝડપાઈ હતી
થોડા દિવસ અગાઉ અમદાવાદના ચાંગોદર વિસ્તારમાંથી નશામાં વપરાતી દવાનો મોટી માત્રામાં જથ્થો ઝડપાયો હતો. કેન્દ્રીય નાર્કોટિક્સ વિભાગે ગોડાઉનમાં દરોડા પાડીને ટેબલેટ્સ અને યાકોટ્રોપિક દવાની કેપ્સ્યૂલ જપ્ત કરી હતી. ઝડપાયેલી દવાનો ઉપયોગ દુખાવા અને ઉંઘની ગોળી તરીકે થતો હતો. દરોડા દરમિયાન અલ્પ્રાઝોલમની ગોળીઓ પણ જપ્ત કરવામાં આવી હતી. આ દવાઓની કિંમત આશરે 20 કરોડથી વધુની થઈ હતી. પૂછપરછમાં એવું પણ સામે આવ્યું કે આરોપીઓએ આ જથઅથો મહેસાણાથી મંગાવી હતી. ઉત્તરાખંડ અને હિમાચલપ્રદેશથી આ દવાઓ મહેસાણા લાવવામાં આવી હતી. દવાઓ મંગાવનાર કંપનીનો માલિક હાલ જેલમાં છે. જ્યારે મહેસાણાનો મહેશ્વર હેલ્થકેર નામનો ડિસ્ટ્રીબ્યૂટર હજુ પણ ફરાર છે.