જુગારના તમામ દરોડામાં કુલ 1.11 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.4
સુરેન્દ્રનગર જિલ્લામાં શ્રાવણ મહિનો શરૂ થતા જ જુગારીઓ પણ સિઝન જામી છે તેવામાં સ્થાનિક પોલીસ દ્વારા દરેક વિસ્તારોમાં જુગાર રમતા ઈસમો પર બાઝ નજર રાખી ઠેર ઠેર જુગાર અંગે દરોડા કરી કુલ 33 શખ્સોને 111990 રૂપિયાના મુદામાલ સત્યે ઝડપી પાડ્યા હતા જેમાં ધ્રાંગધ્રા સિટી પોલીસ ટીમ દ્વારા હળવદ દરવાજા પાછળ વિસ્તારમાં જુગાર રમતા રાજુભાઈ બાબુભાઈ ઘોપાળ, પિન્ટુભાઈ ભુપતભાઈ દેવીપૂજક, ભૂપતસિંહ મધુભા હેરમા, રણજીતસિંહ રાજેન્દ્રસિંહ સોલંકી સહિતનાઓ ગુડદી પાસાનો જુગાર રમતા રોકડ 11300 રૂપિયા સાથે ઝડપી પાડ્યા હતા.
આ સાથે લખતર તાલુકાના સાકળ ગામે પ્રાથમિક શાળા નજીક જાહેરમાં જુગાર રમતા ભરતભાઈ કાળુભાઇ ઘોડકિયા, પ્રકાશભાઈ દેવજીભાઈ ઘોડકિયા, રાજેશભાઈ હરસનભાઈ કમિજળિયા, હરેશભાઈ પરસોત્તમભાઈ ધોરાળીયા, મનસુખભાઈ સેતાભાઈ ઘોડકીયા, કલ્પેશભાઈ રમેશભાઈ ઘોડકીયા સહિતનાઓ ગંજીપાના વડે જુગાર રમતા રોકડ 17590 રૂપિયા તથા બે મોબાઇલ કિંમત દશ હજાર એમ કુલ 27590 રૂપિયાનો મુદામાલ ઝડપી લઇ નાશી ગયેલ મુકેશભાઈ કાળુભાઈ ઘોડકીયા, કનાભાઇ રમેશભાઈ ધોરાળીયા, સચિનભાઈ ખોડાભાઈ વાટુકિયા સહિત કુલ 9 વિરુધ લખતર પોલીસ મથકે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
જ્યારે લખતરના તાલસણા ગામે પણ દરોડો કરી પ્રકાશ ઉર્ફે પિન્ટુ નવઘણભાઈ ઝીંઝુવાડિયા, મુકેશ મગનભાઈ ગોહિલ, કમલેશ કરશનભાઈ જાદવ, બાબુ મશરૂભાઇ એરિયા, ઉકા ગણેશભાઈ સુમેસરા, હરેશ મોહનભાઈ પરમાર, મુના કાનાભાઈ ડોડીયા, ભનુભાઈ જીવણભાઈ સભાડ સહિતનાઓ ગંજીપાના વડે જુગાર રમતા રોકડ 11230 રૂપિયા સાથે ઝડપી નાશી ગયેલ મેરાભાઈ દુદાભાઈ જાદવ એમ કુલ 9 શખ્સો વિરુદ્ધ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
આ તરફ લખતરના ભાસ્કરપરા ગામે કુકડીયા વાસમાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બાતમીને આધારે સ્થાનિક દરોડો કરી નટુભાઈ સોમાભાઈ લોરિયા, રોહિત ઉર્ફે ગગુ દયારામભાઈ કુકડીયા, લાલાભાઈ મફાભાઈ ઓગણીયા, અજયભાઈ મોહનભાઈ કુમાદ્રા, વિપુલભાઈ જગાભાઈ ઝાપડીયા, મૂળાંભાઈ ઈશ્વરભાઈ ભાંભરીયા, કિશનભાઇ જેશાભાઈ વાડલીયા સહિતનાઓને ગંજીપાના વડે જુગાર રમતા રોકડ 16170 રૂપિયા સાથે ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી.
જ્યારે થાનગઢ પોલીસ મથકના સ્ટાફે કપૂરવાવ ગામના બસસ્ટેન્ડ પાસે જુગાર રમતા પરેશભાઈ લવજીભાઈ વાળા, પ્રવીણભાઈ આભાભાઈ ચૌહાણ, અજયભાઈ રઘુભાઈ કિહલા, જયેશભાઈ રમેશભાઈ સાતોલા સહિતનાઓ ગંજીપાના વડે જુગાર રમતા રોકડ 10750 રૂપિયા સાથે ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી સાથોસાથ થાનગઢના જોગ આશ્રમ પાસે જુગાર રમતા હોવાની બાતમીને આધારે દરોડો કરી વનરાજસિંહ વિજયસિંહ સોલંકી, રાજુભાઈ મહેશભાઈ રાઠોડ, ભરતભાઈ ગેલાભાઈ મકવાણા, વિશાલભાઈ અશોકભાઈ શ્રીમાળી સહિતનાઓ ગંજીપાના વડે જુગાર રમતા રોકડ 22950 રૂપિયા તથા ત્રણ મોબાઇલ કિંમત બાર હજાર એમ કુલ 34950 રૂપિયાના મુદામાલ સાથે ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી.



