- નવી દરખાસ્તમાંથી 87 નામ કોલેજીયમને મોકલાયા
દેશભરની હાઈકોર્ટમાં જજોનાં હોદા માટે 320 થી વધુ જગ્યા ખાલી છે.અત્યારે 1,114 ની મંજુર કરાયેલી સંખ્યા સામે માત્ર 790 જજ કાર્યરત હોવાનું કેન્દ્રીય કાયદામંત્રી અર્જુનરામ મેઘવાલે રાજયસભાને જણાવ્યું હતું.
તેમણે કહ્યું હતું કે, વર્તમાન મેમોરેન્ડમ ઓફ પ્રોસીજર મુજબ ચીફ જસ્ટીસ અને હાઈકોર્ટસનાં જજોની ટ્રાન્સફર જનતાના હિતમા કરાવી હતી કે એકમાંથી બીજી હાઈકોર્ટમાં જજોની ટ્રાન્સફર માટે એમઓપીમાં કોઈ સમય મર્યાદા દર્શાવાઈ નથી.
- Advertisement -
મેઘવાલે કોલેજીયમ દ્વારા ભલામણ કરાયેલા જજોના નામ અંગે સરકારની મંજુરી બાબતે પણ માહીતી આપી હતી તેમણે કહ્યું હતું કે સરકાર ટુંક સમયમાં હાઈકોર્ટનાં 112 જજની નિમણુંકને મંજુરી આપવાની તૈયારીમાં હોવાની માહીતી કાયદા મંત્રી અર્જુનરામ મેઘવાલે આપી છે.તેમણે ગુરૂવારે રાજયસભાને જણાવ્યું હતું કે જજોની નિમણુંક માટે વિવિધ બંધારણીય ઓથોરીટીની મંજુરી જરૂરી છે.
ચાલુ વર્ષનાં જાન્યુઆરી મહિના સુધીમાં હાઈકોર્ટ કોલેજીયમ્સ દ્વારા મળેલી 171 દરખાસ્ત પ્રક્રિયાના જુદા જુદા તબકકામાં છે. કુલ 292 દરખાસ્તમાંથી 110 જજની નિમણુંક થઈ ચુકી છે. જયારે સુપ્રિમ કોર્ટની સલાહના આધારે 60 જજના નામની ભલામણની માહીતી હાઈકોર્ટને આપવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે ચાલુ વર્ષે નવી 121 દરખાસ્ત મળી છે. જેમાંથી 87 સુપ્રિમ કોર્ટ કોલેજીયમને તેની સલાહ માટે મોકલવામાં આવી છે. સુપ્રિમ કોર્ટે કોલેજીયમે 45 દરખાસ્ત અંગે સલાહ આપી છે.
જે સરકારના વિવિધ વિભાગોમાં પ્રક્રિયાનાં જુદા જુદા તબકકામાં છે. મંત્રીએ જણાવ્યું હતું કે મંત્રીએ જણાવ્યું હતું કે 42 દરખાસ્ત સુપ્રિમ કોર્ટે કોલેજીયમની વિચારણા હેઠળ છે.જયારે બાકીની 198 વેકેન્સી અંગે હાઈકોર્ટે કોલેજીયમ તરફથી ભલામણ મળી નથી. 4 ડીસેમ્બરની સ્થિતિએ સર્વોચ્ચ અદાલત 34 જજનાં મંજુર મહેકમ સાથે કામ કરી રહી છે.
- Advertisement -
જેમાં ચીફ જસ્ટીસનો સમાવેશ થાય છે. ચાલૂ વર્ષે 121 નવી દરખાસ્તો મળી હતી. કુલ 292 દરખાસ્તોમાંથી 110 જજની નિયુકિત થઈ છે અને સુપ્રિમ કોર્ટ કોલેજીયમની સલાહને પગલે 60 ભલામણો હાઈકોર્ટોને મોકલવામાં આવી હતી.