દક્ષિણના રાજયો, પશ્ર્ચિમી મધ્યપ્રદેશ તથા મહારાષ્ટ્ર-ગુજરાતનાં અમુક ભાગો પ્રભાવિત: કૃષિ ઉત્પાદનને ફટકો પડવાની ભીતિ
ખાસ-ખબર સંવાદદાતા
ભારતના મોટાભાગનાં ક્ષેત્રોમાં જુન-જુલાઈમાં નોંધપાત્ર કે સારો વરસાદ વરસ્યા બાદ એકાન મહિનાથી વરીસાદી બ્રેક છે અને તેના કારણે દેશના 31 ટકા ભાગો ‘શુષ્ક’ની શ્રેણીમાં આવી ગયા છે. કૃષિ ઉપજ-ઉત્પાદન તથા જમીનના ભેજને તેની વ્યાપક અસર થવાની આશંકા છે. ભારતીય હવામાન વિભાગનાં 27 જુલાઈથી 23 ઓગસ્ટનાં સ્ટાંડર્ડાઈઝખ ત્રિસીએટેશન ઈન્ડેકસમાં આ ખુલાસો થયો છે. હવામાન વિભાગે દુષ્કાળ શબ્દ પડતો મૂકી દીધો છે અને નબળા ચોમાસા માટે ઓછા વરસાદનો શબ્દ પ્રયોગ કરવામાં આવે છે. દેશમાં છેલ્લા એક માસથી ચોમાસું નબળુ જ ગણવામાં આવ્યુ છે. હવામાન વિભાગનાં રીપોર્ટ પ્રમાણે 31 ટકા ભાગોમાં વરસાદની ખાધ છે અને તે પૈકી 9 ટકા ભાગોમાં ઘણો ઓછો વરસાદ છે. 4 ટકા ત્યંત શુષ્ક વાતાવરણનો સામનો કરી રહ્યા છે. આવા ભાગોમાં મહારાષ્ટ્ર, ગુજરાત, પશ્ર્ચિમી દરીયાકાંઠા તથા પૂર્વ ભારતના ક્ષેત્રો આવી જાય છે.
આંકડાકીય રીપોર્ટ પ્રમાણે ભારતનાં 47 ટકા ભાગોમાં ઘણા અંશે શુષ્ક વાતાવરણ રહ્યું ચે. આ પ્રકારનાં માહોલથી જમીનનાં ભેજને અસર થાય છે.ખેતીપાકનાં વિકાસ તથા ઉત્પાદન પ્રભાવીત થાય છે. હવામાન વિભાગના વિજ્ઞાની રજીબ ચટ્ટોપાધ્યાયે કહ્યું કે એકાદ મહિનાથી વરસાદી બ્રેકને કારણે કેટલાંક ક્ષેત્રોમાં હાલત ખરાબ બની રહી છે પાણી મોરચે દબાણ સર્જાઈ શકે છે. હવેના બે સપ્તાહ અત્યંત મહત્વના-નિર્ણાયક બની શકે છે. બે સપ્તાહમાં વર્તમાન માહોલમાં કોઈ બદલાવ ન થવાના સંજોગોમાં પાણીની ડીમાંડ વધશે.1 જુનથી 23 ઓગસ્ટ સુધીના ઈન્ડેકસ રીપોર્ટને ધ્યાને લેવામાં આવે તો પણ કેટલાંક રાજયોનાં અનેક ભાગો લાલ નિશાનીમાં જ છે. અર્થાત વરસાદી ખાદ્ય ધરાવે છે. તેઓએ કહ્યું કે દેશમાં વર્તમાન વરસાદી બ્રેકમાં 2002 નું પુનરાવર્તન થઈ રહ્યાનું માલુમ પડી રહ્યું છે. 2003 નાં જુલાઈમાં મેઘરાજાએ સળંગ 26 દિવસે બ્રેક લીધો હતો અને વરસાદ વરસ્યો હતો.
- Advertisement -
ચેરાપૂંજીને પાછળ રાખીને ઋષિકેશ સૌથી પાણીદાર શહેર બન્યું
ભારતનાં જ નહિં સમગ્ર વિશ્વમાં સૌથી વધુ વરસાદ ધરાવતાં સ્થળ-શહેર તરીકેની ઓળખ ચેરાપુંજીની છે.મેઘાલયનાં ચેરાપુંજી તથા મૌસીનરામમાં સૌથી વધુ વરસાદ થતો રહ્યો છે. પરંતુ ચાલુ વર્ષનાં ઓગસ્ટ મહિનાને લાગેવળગે છે ત્યાં સુધી આ સ્થાન ઉતરાખંડનાં ઋષિકેશે મેળવી લીધુ છે. યોગ અને મેડીટેશનનાં પાટનગર ગણાતા ઋષિકેશમાં ચાલુ ઓગસ્ટ મહિનામાં સળંગ વરસાદ થયો છે અને સૌથી વધુ પાણી વરસ્યુ છે.