14 વર્ષથી સંઘર્ષ કરતા ઈસ્લામિક ઉગ્રવાદીઓ પર અપહરણની શંકા
સ્થાનિકોના મતે પશુપાલકો જવાબદાર
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ કુરિગા, તા.11
ઈસ્લામિક આતંકીઓ અને સશસ્ત્ર જૂથોથી ત્રસ્ત ઉત્તર-પશ્ચિમ નાઇજીરિયામાં ત્રણસોથી વધુ વિદ્યાર્થીઓના તેમની સ્કૂલમાંથી અપહરણ કરાયા છે. કુરિગામાં થયેલું આ સામુહિક અપહરણ છેલ્લા અઠવાડિયામાં ત્રીજુ છે. ઉત્તર પશ્ચિમના અન્ય એક રાજ્ય સોકોટોમાં એક સ્કૂલમાંથી 15 બાળકોના અપહરણ કરાયા હતા. ઉપરાંત ઉત્તર પૂર્વીય રાજ્ય બોરનોમાં સંઘર્ષથી વિસ્થાપિત થયેલા લગભગ બસો લોકોના અપહરણ થયા હતા જેમાં મોટાભાગે મહિલાઓ અને બાળકો સામેલ હતા. આ અપહરણો આફ્રિકાના સૌથી વધુ વસતી ધરાવતા દેશમાં પ્રવર્તી રહેલી સુરક્ષાની કટોકટીની સાબિતી છે. હજી સુધી કોઈપણ જૂથે આ અપહરણોની જવાબદારી નથી લીધી, પણ ઉત્તરપૂર્વમાં બળવો કરી રહેલા ઈસ્લામિક આતંકીઓ બોરનોમાં અપહરણ કરી રહ્યા હોવાની આશંકા છે. સ્થાનિકોએ સ્કૂલમાંથી થયેલા અપહરણ માટે સ્થાપિત સમુદાયો સાથે ઘર્ષણમાં ઉતરેલા પશુપાલકોને જવાબદાર ઠેરવ્યા છે. 2014માં ઈસ્લામિક ઉગ્રવાદીઓએ બોરનોની ચીકબોકમાંથી સ્કૂલની બસો વિદ્યાર્થિનીઓના અપહરણ કર્યા હતા જેના પરિણામે વૈશ્વિક સ્તરે ’અમારી ક્ધયાઓ પાછી લાવો’ અભિયાન સોશિયલ મીડિયા પર ચલાવાયું હતું. એક દાયકા પછી આવા જ સંજોગોમાં ઓછામાં ઓછા 1,400 વિદ્યાર્થીઓના અપહરણ થયા છે. કેટલાક હજી પણ બાનમાં રખાયા છે જેમાં ચિકબોકની સો ક્ધયા સામેલ છે.
નાઇજીરિયાની અસુરક્ષિત સરહદો શસ્ત્રોની દાણચોરી આસાન બનાવે છે જેનો ઉપયોગ આવા અપહરણો માટે થાય છે. નાઇજીરિયાની 1,500 કિલોમીટરની સરહદમાંથી પચાસ ટકા નાયજેર સાથે છે. આ સરહદનો મોટાભાગનો વિસ્તાર સવાના જંગલોથી વ્યાપ્ત છે. ઉપરાંત આ વિસ્તારનો મોટો હિસ્સો વેરાન છે અને ત્યાં શાસન નહિવત છે. આથી સંગઠિત જૂથો અહીં છુપાઈને તેમના અપહ્યત શિકારને રાખે છે.નાઇજીરિયાનું સૈન્ય આ વિસ્તારમાં હવાઈ હુમલા અને વિશેષ સૈન્ય અભિયાન જરૂર ચલાવે છે તેમજ દેશભરના કટોકટી હેઠળના વિસ્તારોમાં પ્રતિસાદ પણ આપે છે. જો કે ઉત્તરપશ્ચિમમાં ચૌદ વર્ષથી ચાલી રહેલા ઈસ્લામિક બળવા સામે તે હવે થાકી ગયું છે. કુરિગાના લોકો લશ્કરની સહાયથી તેમના બાળકોની સુરક્ષાની આશા છે અને તેની વાપસીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
- Advertisement -