વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે ’ભારતમાં સેમિકન્ડક્ટર્સ અને ડિસ્પ્લે મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમના વિકાસ’ હેઠળ ત્રણ સેમિકન્ડક્ટર એકમોની સ્થાપનાને મંજૂરી આપી છે. તેમાંથી બે ગુજરાતમાં આવવાની દરખાસ્ત છે.
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, ભારત સરકારે ભારતમાં પ્રથમ સેમિકન્ડક્ટર ફેબ યુનિટને મંજૂરી આપી છે. ટાટા ગુજરાતના ધોલેરામાં પ્લાન્ટ સ્થાપવા પાવરચિપ તાઈવાન સાથે સહયોગ કરશે.
- Advertisement -
તેમણે કહ્યું કે, પ્લાન્ટનું બાંધકામ 100 દિવસમાં શરૂ થઈ જશે. તેમણે આગળ કહ્યું કે આ પ્લાન્ટમાં 91,000 કરોડનું રોકાણ કરવામાં આવશે જે મહિનામાં 50,000 ચિપ્સ બનાવશે. ઈલેક્ટ્રિક વાહનો, ટેલિકોમ, ડિફેન્સ, ઓટોમોટિવ, કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ, ડિસ્પ્લે, પાવર ઈલેક્ટ્રોનિક્સ વગેરેનો સમાવેશ થાય છે. ટાટા ગ્રૂપ સંયુક્ત સાહસમાં બે પ્લાન્ટ બનાવશે-એક-એક ગુજરાત અને આસામમાં. સીજી પાવર પણ સંયુક્ત સાહસમાં ગુજરાતમાં પ્લાન્ટ બનાવશે. ત્રણેય પ્લાન્ટનું કામ 100 દિવસમાં શરૂ થઈ જશે.
With the Cabinet approval of 3 semiconductor units under the India Semiconductor Mission, we are further strengthening our transformative journey towards technological self-reliance. This will also ensure India emerges as a global hub in semiconductor manufacturing. https://t.co/CH0ll32fgI
— Narendra Modi (@narendramodi) March 1, 2024
- Advertisement -
ટાટાનું સંયુક્ત સાહસ દેશનો પ્રથમ સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન પ્લાન્ટનું નિર્માણ કરશે
કેન્દ્રીય IT મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, ટાટાનું સંયુક્ત સાહસ દેશનો પ્રથમ સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન પ્લાન્ટનું નિર્માણ કરશે. ધોલેરામાં માઈક્રોનના સેમિકન્ડક્ટર પ્લાન્ટ બાદ અહીં ફેબ્રિકેશન પ્લાન્ટ બનાવવામાં આવશે. અમેરિકન ચિપ કંપની માઈક્રોન ધોલેરામાં રૂ. 22,516 કરોડના ખર્ચે ચિપ એસેમ્બલી પ્લાન્ટ બનાવી રહી છે.
ટાટા ઈલેક્ટ્રોનિક્સ અને તાઈવાનની પાવર ચિપ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કોર્પોરેશન (PSMC) વચ્ચેનું સંયુક્ત સાહસ 91,000 કરોડના રોકાણ સાથે ગુજરાતના ધોલેરામાં ચિપ ફેબ્રિકેશન પ્લાન્ટનું નિર્માણ કરશે. PSMC તાઈવાનમાં 6 ચિપ ફાઉન્ડ્રી ધરાવે છે. જ્યારે ગુજરાતમાં પ્લાન્ટ બનશે ત્યારે તેની દર મહિને 50 હજાર વેફર બનાવવાની ક્ષમતા હશે. આ PSMCનો પ્રથમ સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન પ્લાન્ટ પણ છે.
આ પ્લાન્ટ આસામમાં 27 હજાર કરોડ રૂપિયાના રોકાણ સાથે તૈયાર થશે
આ સિવાય ટાટા ગ્રુપની ટાટા સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ પ્રાઈવેટ લિમિટેડ (TSAT) આસામના મોરીગાંવમાં 27 હજાર કરોડ રૂપિયાના રોકાણ સાથે પ્લાન્ટ બનાવશે. તેની પાસે દરરોજ 4.8 કરોડ ચિપ્સ બનાવવાની ક્ષમતા હશે.
સીજી પાવર અને રેનેસાસ રૂ. 7600 કરોડના રોકાણ સાથે પ્લાન્ટ સ્થાપશે
ટાટા ગ્રૂપ ઉપરાંત, સીજી પાવર જાપાનના રેનેસાસ ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન અને થાઈલેન્ડની સ્ટાર માઈક્રો ઈલેક્ટ્રોનિક્સના સહયોગથી ગુજરાતના સાણંદમાં પ્લાન્ટ બનાવશે. આ સેમિકન્ડક્ટર પ્લાન્ટ 7,600 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવશે. અહીં દરરોજ 1.5 કરોડ ચિપ્સ બનાવી શકાય છે. તેનાથી 20 હજાર લોકોને પ્રત્યક્ષ રોજગાર મળશે અને આડકતરી રીતે 60 હજાર લોકોને રોજગાર મળશે.