બ્લાસ્ટ બાદ ગુજરાતમાં એલર્ટ જાહેર, સરહદી જિલ્લા કચ્છમાં પોલીસ એલર્ટ બની છે
ખાસ-ખબર ન્યૂઝ ભુજ
દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાતમાં એલર્ટ જાહેર કરાયું છે. સરહદી જિલ્લા કચ્છમાં પોલીસ એલર્ટ બની છે અને વાહન ચેકિંગ તથા હોટલોમાં ચેકિંગ શરૂ કર્યું હતું. આ વચ્ચે ભુજના એક ગેસ્ટહાઉસમાંથી ત્રણ કાશ્મીરી મળી આવતા અટકાયત કરી છે. જનતા ઘર ગેસ્ટ હાઉસમાં SOGની ટીમે તપાસ કરતા એક મહિલા સહિત ત્રણ કશ્મીરી મળી આવ્યા હતાં. જ્યારે ગેસ્ટ હાઉસના ચોપડે માત્ર એક જ કાશ્મીરી યુવકની એન્ટ્રી કરવામાં આવી હતી. જેથી પોલીસે ગેસ્ટ હાઉસના સંચાલક પિતા- પુત્ર સામે પણ ગુનો નોંધ્યો હતો. પોલીસે હાલમાં ત્રણેયના ફોન જપ્ત કરી પરિક્ષણ માટે ઋજકમાં મોકલાયા છે. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો હતો. ત્રણ કશ્મીરી કચ્છમાં દાન માંગવા આવ્યા હતા. હાલ તો પોલીસ સહિતની સુરક્ષા એજન્સીઓએ કાશ્મીરીઓની પૂછપરછ શરૂ કરી છે.
- Advertisement -



