વર્ષે યાત્રીઓની સંખ્યામાં 37%નો વધારો: દેશમાં એરપોર્ટની સંખ્યા અને લોકોની આવક વધી તેથી મુસાફરો વધ્યા
ખાસ-ખબર સંવાદદાતા
ભારતમાં હવાઈ મુસાફરી હવે સપનું રહ્યું નથી અને ધીમે ધીમે લોકોની પહોંચમાં આવી રહ્યું છે. વર્ષ 2023 માં, 3 કરોડ ભારતીયોએ પ્રથમ વખત હવાઈ મુસાફરી કરી. ઈન્ડિગોના ડેટા અનુસાર, દેશમાં પહેલીવાર હવાઈ મુસાફરી કરનારા લોકોની સંખ્યા દર વર્ષે 37%ના દરે વધી રહી છે. એરલાઇન્સ કંપની અકાસાના રિપોર્ટ અનુસાર, ગયા વર્ષે કંપનીના 10% મુસાફરો પ્રથમ વખત હવાઈ મુસાફરી કરતા હતા. કેપા ઈન્ડિયાના સીઈઓ કપિલ કૌલ કહે છે- અમારું અનુમાન છે કે 2024માં હવાઈ મુસાફરી કરનારા 15% લોકો પ્રથમ વખત પ્રવાસી હશે. આ વર્ષે લગભગ 15.5 કરોડ લોકો હવાઈ મુસાફરી કરશે. તેમાંથી 2.5 કરોડ પ્રથમ વખત પ્રવાસ કરશે. નિષ્ણાતો હવાઈ મુસાફરીમાં વધારા પાછળ ત્રણ મુખ્ય કારણો દર્શાવી રહ્યા છે – પ્રથમ લોકોની પારિવારિક આવકમાં વધારો, બીજું નવા રૂટનો ઝડપી વિકાસ અને નવા એરપોર્ટ અને ત્રીજા નંબરે મધ્યમ વર્ગના લોકોની સંખ્યામાં વધારો થયો છે.
વિકએન્ડ વેકેશન ઉજવવાનું ચલણ વધ્યું છે. ખાસ વાત એ છે કે નાના શહેરોમાંથી મુસાફરોની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. જેમ જેમ નવા રૂટ ખુલી રહ્યા છે તેમ તેમ મુસાફરોની સંખ્યા વધી રહી છે.