અફઘાનિસ્તાને પાકિસ્તાન સાથેની T20 સિરીઝમાંથી પોતાનું નામ પાછું ખેંચ્યું
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
શુક્રવારે પાકિસ્તાને અફઘાનિસ્તાનના પક્તિકા પ્રાંતમાં હવાઈ હુમલો કર્યો હતો. ટોલો ન્યૂઝ અનુસાર, ત્રણ ક્લબ ક્રિકેટ ખેલાડી સહિત 17 લોકો માર્યા ગયા હતા. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (અઈઇ)એ ઘટનાની પુષ્ટિ કરી હતી. આ હુમલામાં 16 લોકો ઘાયલ પણ થયા હતા. આ ઘટનાના જવાબમાં, અઈઇએ નવેમ્બરમાં પાકિસ્તાનમાં યોજાનારી ટ્રાઇ-ઝ20 શ્રેણીમાંથી ખસી જવાની જાહેરાત કરી. અઈઇએ જણાવ્યું કે માર્યા ગયેલા ક્રિકેટરોના સન્માનમાં આ પગલું લેવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટમાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને શ્રીલંકાની ટીમો ભાગ લેવાની હતી. ટીમ 17 અને 23 નવેમ્બરના રોજ પાકિસ્તાન સામે રમવાની હતી. અફઘાન મીડિયા આઉટલેટ ટોલો ન્યૂઝ અનુસાર, આ હુમલાઓમાં અર્ગુન અને બાર્મલ જિલ્લામાં ઘણાં ઘરોને નિશાન બનાવવામાં આવ્યાં હતાં, જે બંને દેશ વચ્ચેની સરહદ ડ્યુરન્ડ લાઇનની નજીક છે.
9 ઓક્ટોબરથી શરૂ થયેલા સંઘર્ષ બાદ બંને દેશો 15 ઓક્ટોબરની સાંજે 48 કલાકના યુદ્ધવિરામ માટે સંમત થયા હતા. એ 17 ઓક્ટોબરની સાંજે સમાપ્ત થવાનું હતું, પરંતુ એને લંબાવવા પર સંમતિ આપવામાં આવી હતી.
PAK રક્ષા મંત્રી ખ્વાજા આસિફનું અફઘાન લોકોને દેશ છોડવા ફરમાન
- Advertisement -
અમારી જમીન 25 કરોડ પાકિસ્તાનીઓ માટે, તે લોકોનું પોષણ ભારત કરે: ખ્વાજા આસિફ
પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે ફરી એકવાર અફઘાનિસ્તાન પર આકરા પ્રહારો કર્યા છે. એક મુલાકાતમાં તેમણે કહ્યું કે પાકિસ્તાનમાં રહેતા તમામ અફઘાનોએ તેમના દેશમાં પાછા ફરવું જોઈએ. તેમણે ઉમેર્યું કે અફઘાનિસ્તાન સાથે જૂના સંબંધોનો યુગ સમાપ્ત થઈ ગયો છે. આસિફે કહ્યું, ‘અફઘાનિસ્તાન અને ભારત વચ્ચે ઘણા વર્ષોથી સંબંધ છે. પરંતુ અમારી સાથે તેમના સંબંધો ક્યારેય સારા રહ્યા નથી. તેમ છતાં, લાખો લોકોએ અમારી જમીન પર આશરો લીધો છે. જો તેમના ભારત સાથે આટલા સારા સંબંધો છે, તો પછી અહીં રહેતા અફઘાન લોકો ભારતમાં સ્થળાંતર કેમ નથી કરતા?’ પાકિસ્તાન તેમનો બોજ કેમ ઉઠાવે?