ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ગાંધીજીના આદર્શો સાથે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી પણ દેશવાસીઓને લોકલ ફોર વોકલ સાથે ભારતીય ચીજ વસ્તુની ખરીદી કરવા ઉપર ભાર મુકી રહ્યા છે. ત્યારે બીજી ઓકટોબરે ગાંધી જયંતિ નિમિતે શહેરમાં આવેલ ખાદી ગ્રામ ઉદ્યોગ ભંડારમાંથી ગત વર્ષ કરતા ખાદીનો વધુ વેંચાણ થયુ હતુ. જૂનાગઢ ખાદીગ્રામ ભંડારમાં 25 ટકાનું વળતર આપવાની છૂટ મળતા આ વર્ષે 3.80 લાખ સુધીનું વેંચાણ નોંધાયુ હતુ. ત્યારે ગત વર્ષ 2022માં 2.50 લાખની ખાદીનું વેચાણ થયુ હતુ. જ્યારે ગત વર્ષની સરખામળીએ દોઢ ગણુ વેંચાણ વઘ્યુ હતુ. તેમ ખાદીગ્રામ ઉદ્યોગના સંચાલક સુભાષભાઇ પુરોહિતે જણાવ્યુ હતુ.
જૂનાગઢ ખાદીગ્રામ ઉદ્યોગ ભંડારમાં આ વર્ષે 3.80 લાખની ખાદીનું વેંચાણ
