સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા સિક્યોરિટી ઈન્ફોર્મેશન નેટવર્કે ઈયુ સાથે રિપોર્ટ જાહેર કર્યો, સતત પાંચમા વર્ષે ભૂખમરાથી પીડિત લોકોની સંખ્યામાં વધારો
વિશ્વભરના લોકો ગંભીર ખાદ્ય સંકટનો સામનો કરી રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટ અનુસાર વર્ષ 2023માં 28 કરોડથી વધુ લોકો ભૂખ્યા રહયા હતા. તેમના મતે, લગભગ 21.5 ટકા વસ્તીએ તીવ્ર ખાદ્ય કટોકટીનો સામનો કરવો પડ્યો હતો.
- Advertisement -
યુએનની સંસ્થા ફૂડ સિક્યુરિટી ઇન્ફોર્મેશન નેટવર્કએ યુરોપિયન યુનિયન સાથે મળીને ’ગ્લોબલ રિપોર્ટ ઓન ફૂડ ક્રાઇસિસ’ નામનો રિપોર્ટ તૈયાર કર્યો છે. જેમાં 59 દેશોને ગંભીર રીતે સંકટગ્રસ્ત જણાવતા ક્હ્યું કે 2022ની સરખામણીમાં પીડિતોની સંખ્યામાં 24 લાખનો વધારો થયો છે.
યુદ્ધગ્રસ્ત ગાઝામાં સૌથી વધુ લોકોએ દુકાળનો સામનો કરવો પડ્યો. ગયા વર્ષે અહીં છ લાખ લોકો ભૂખમરાનો ભોગ બન્યા હતા. આફ્રિકન દેશો કોંગો, ઇથોપિયા, સુદાન, સોમાલિયા, માલી, માલાવી, ઝામ્બિયા અને ઝિમ્બાબ્વે, પશ્ચિમ એશિયાના દેશો યમન, સીરિયા અને એશિયાના અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં સ્થિતિ વણસી રહી છે. ગૃહયુદ્ધથી લઈને દુષ્કાળ અને પૂર સુધી અહીંની સ્થિતિ ચિંતાજનક છે.39 દેશોમાં 36 લાખથી વધુ લોકો કટોકટીનો સામનો કરી રહ્યા છે.
ખાદ્ય કટોકટી માટે ઘણા કારણો જવાબદાર
રિપોર્ટમાં ખાદ્ય સંકટ માટે વિશ્વમાં વધી રહેલા સંઘર્ષને મુખ્યત્વે જવાબદાર ગણવામાં આવે છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં શરૂ થયેલા ઈઝરાયેલ-હમાસ સંઘર્ષને કારણે સંકટ માં ઘણો વધારો થયો છે. આફ્રિકન દેશોમાં સતત ચાલતા ગૃહયુદ્ધને કારણે સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે. તેનાથી આર્થિક રીતે પણ નુકસાન થાય છે. હવામાન સંબંધિત ઘટનાઓ બીજું કારણ આપવામાં આવ્યું હતું.
- Advertisement -
પાંચ વર્ષના બાળકો અસરગ્રસ્ત
ગયા વર્ષે 32 દેશોમાં 3.60 કરોડ બાળકો ભૂખમરા સામે ઝઝૂમી રહ્યા હતા. પાંચ વર્ષથી ઓછી ઉંમરના આ બાળકોમાં કુપોષણનું સ્તર ગંભીર સ્તરે છે. તે જ સમયે, 2.60 કરોડ બાળકો ખોરાકની કટોકટી ના કારણે ઘણી બીમારીઓથી પીડિત છે. આ રિપોર્ટ માનવ નિષ્ફળતાઓની વિગતો આપે છે. છેલ્લા 12 મહિનાથી ચાલતી તકરારના કારણે ગંભીર સ્થિતિ સર્જાઈ છે.