ટ્રકોની વચ્ચે ફસાયેલી ગાડી સળગી, ટ્રકની બ્રેક ફેઇલ થતા દુર્ઘટના
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મૃત્યુ પામેલા લોકોના પરિવારને ₹5 લાખની સહાયની જાહેરાત કરી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.14
ગુરુવારે સાંજે પુણેની બહારના વિસ્તારમાં નવલે બ્રિજ પાસે એક ટ્રકની બ્રેક ફેલ થઈ ગઈ, જેના કારણે 20થી 25 વાહનો વચ્ચે ટક્કર થઈ. ટ્રક અને ક્ધટેનર વચ્ચે ફસાયેલી એક કારમાં આગ લાગી ગઈ. આ અકસ્માતમાં 9 લોકોના મોત થયા. મૃતકોમાં કારમાં સવાર પાંચ લોકોનો પણ સમાવેશ થાય છે. ટ્રક અને ક્ધટેનરના ડ્રાઇવરોનું પણ મોત નીપજ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માત પુણે-નાસિક હાઇવે પર ભોરગાંવ નજીક થયો હતો. ટક્કર એટલી ગંભીર હતી કે કાર ક્ધટેનર વચ્ચે કચડાઈ ગઈ હતી અને આગ લાગ્યાની થોડી જ સેક્ધડોમાં આગમાં લપેટાઈ ગઈ હતી. મૃતકોની ઓળખ કરવામાં આવી રહી છે. અકસ્માત બાદ લગભગ એક કલાક સુધી હાઇવે પર ટ્રાફિક ખોરવાઈ ગયો હતો. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મૃતકોના પરિવારજનોને ₹5 લાખની સહાયની જાહેરાત કરી છે. અકસ્માતની માહિતી મળતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડના વાહનો ઘટનાસ્થળે પહોંચ્યા અને આગ પર કાબુ મેળવ્યો. અકસ્માતમાં ઘાયલ થયેલા તમામ લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સતારાથી પુણે જઈ રહેલા બે ટ્રક વચ્ચે એક કાર ફસાઈ ગઈ હતી, જેના કારણે ટ્રક અને કાર બંનેમાં આગ લાગી ગઈ હતી. અકસ્માતને કારણે નવલે બ્રિજ પર લાંબો ટ્રાફિક જામ થયો છે. પાછળની ટ્રકનો ડ્રાઈવર હજુ પણ ટ્રકની અંદર ફસાઈ ગયો છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, એક ટ્રકની બ્રેક ફેલ થઈ ગઈ હતી અને તે આગળની ટ્રક સાથે અથડાઈ હતી. વચ્ચેની એક કાર, જેમાં 4-5 લોકો સવાર હતા, સંપૂર્ણપણે બળી ગઈ હતી. ટ્રક ડ્રાઈવર પણ ટ્રકની અંદર ફસાઈ ગયો હતો અને આગને કારણે તે બચી શક્યો ન હતો. તેનું પણ મૃત્યુ થયું હતું. પાછળની એક પેસેન્જર ગાડી, જેમાં 17-18 લોકો સવાર હતા, તે પણ આગમાં ફસાઈ ગઈ હતી.
- Advertisement -
મુખ્યમંત્રી ફડણવીસે સહાયની જાહેરાત કરી મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે અકસ્માતમાં જીવ ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ આપી અને મૃત્યુ પામેલા લોકોના પરિવારને ₹5 લાખની સહાયની જાહેરાત કરી. સાંસદ સુપ્રિયા સુલેએ પણ અકસ્માત પર દુ:ખ વ્યક્ત કર્યું અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી.



