આજથી લાગુ થવાનો હતો, 92 દેશ પર નવા ટેરિફની યાદી જાહેર: ટ્રમ્પની પાકિસ્તાન સાથે વહાલાં-દવલાંની નીતિ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સહિત 92 દેશ પર નવા ટેરિફ લાદ્યા છે. આ 7 ઓગસ્ટથી અમલમાં આવશે. આમાં ભારત પર 25% અને પાકિસ્તાન પર 19% ટેરિફ લાદવામાં આવ્યો છે. દક્ષિણ એશિયામાં સૌથી ઓછો ટેરિફ પાકિસ્તાન પર લાદવામાં આવ્યો છે. અમેરિકાએ અગાઉ પાકિસ્તાન પર 29% ટેરિફ લાદ્યો હતો. બીજી તરફ, વિશ્ર્વમાં સૌથી વધુ 41% ટેરિફ સિરિયા પર લાદવામાં આવ્યો છે. આ યાદીમાં ચીનનું નામ સામેલ નથી. ટ્રમ્પે 2 એપ્રિલે વિશ્ર્વભરના દેશો પર ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી, પરંતુ 7 દિવસ પછી એને 90 દિવસ માટે મુલતવી રાખવામાં આવી હતી. થોડા દિવસો પછી ટ્રમ્પે 31 જુલાઈ સુધીનો સમય આપ્યો હતો. આ પછી ટ્રમ્પ સરકારે 90 દિવસમાં 90 સોદા કરવાનો ટાર્ગેટ રાખ્યો હતો, જોકે અમેરિકા અત્યારસુધીમાં ફક્ત 7 દેશ સાથે કરાર કરી શક્યું છે.
નવા ટેરિફ સંબંધિત મહત્ત્વપૂર્ણ બાબતો
લાઓસ, મ્યાનમાર, સિરિયામાં 40% કે તેથી વધુનો સૌથી વધુ ટેરિફ છે.
જો કોઈ વસ્તુ કર ટાળવા માટે બીજા દેશમાંથી મોકલવામાં આવે છે તો તેના પર 40% ટેરિફ વસૂલવામાં આવશે.
US માલ પર કોઈ સીધો 15% ટેરિફ લાદવામાં આવ્યો નથી. જો કોઈ ઉત્પાદન પર હાલની 10% ડ્યૂટી હોય તો ફક્ત વધારાના 5% ઉમેરવામાં આવશે.
મે 2025નો એક્ઝિક્યુટિવ ઓર્ડર ચીન પર અલગથી લાગુ પડે છે, એમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
કેનેડા પર 1 ઓગસ્ટની રાતથી ટેરિફ લાગુ થશે. એનું કારણ એ છે કે કેનેડાએ પેલેસ્ટાઇનને અલગ દેશ તરીકે સમર્થન આપવાની જાહેરાત કરી છે.
ઓર્ડર અમલમાં આવે એ પહેલાં જે માલ અમેરિકાના માર્ગમાં આવશે તેણે જૂના નિયમો મુજબ ટેક્સ ચૂકવવો પડશે. 5 ઓક્ટોબર, 2025 આ માટેની છેલ્લી તારીખ છે.
હવે યુએસ કસ્ટમ સિસ્ટમમાં દરેક દેશનું અલગ ટ્રેકિંગ થશે.